નર્મદાના ડુમખલ ગામેથી ચેકિંગ નાકા પાસે નાકાબંધી કરતા બોલેરો ગાડીમાંથી કિં. રૂ. 46,700/- ના ઇંગ્લિશ દારૂ ઝડપાયા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

નર્મદાના ડુમખલ ગામેથી ચેકિંગ નાકા પાસે નાકાબંધી કરતા બોલેરો ગાડીમાંથી કિં. રૂ. 46,700/- ના ઇંગ્લિશ દારૂ ઝડપાયા.

3 લાખની બોલેરો ગાડી સાથે કુલ કિં. રૂ.3,46,700/- ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ.

અન્ય ફરાર આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા.

રાજપીપળા,તા.27

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ડુમખલ ગામેથી બોલેરો ગાડીમાંથી કિં. રૂ. 46,700/- ના ઇંગ્લિશ દારૂ ઝડપાયો છે.જેમાં 3 લાખની બોલેરો ગાડી સાથે કુલ કિં. રૂ.3,46,700/- ના મુદ્દામાલ સાથે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
હાલમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જાહેર થયેલા ચૂંટણી અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહની અસામાજિક પ્રવૃત્તિ કરનારા ઈસમો પર વોચ રાખવાની સૂચના મળતાં નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર રાજપીપળા ડિવિઝનના માર્ગદર્શન પો.સ.ઈ એ. આર.ડામોર તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં નીકળેલા હતા તે વખતે ખાનગી બાતમી મળેલ કે અરવિંદભાઈ શાંતિલાલ વસાવા (રહે,માથાસર, પટેલ ફળિયા) તેની સફેદ કલરની બોલેરો ગાડી નંબર જીજે 18 એવી 1816માં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરેલ જથ્થો ભરી મહારાષ્ટ્ર થી બેબાર તરફ જવાનુ છે. જે બાતમી આધારે ડુમખલ ગામે જંગલખાતાના ચેકિંગ નાકા પાસે નાકાબંધી કરતા આરોપી અરવિંદભાઈને બોલેરો ગાડી નંબર જીજે 18 એવી 1816 માં 10000 સુપર સ્ટ્રોંગબીયર 500 એમએલ નંગ.312 કિં. રૂ. 31200 તથા ગોવા સ્પિરિટ ઓફ સ્મૂથનેસ વ્હિસ્કીના પ્લા. ક્વાટરીયા નંગ.150 કિં. રૂ. 15000/- મોબાઈલ નંગ.1 કી. રૂ.500/-તથા બોલેરો ગાડી કિં.રૂ.300000/- મળી કુલ કિં. રૂ. 3,46,700/-નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.આરોપી માનસિંગભાઈ (રહે, ગમાણ તા.અકલકુવા જી.નંદુરબાર મહારાષ્ટ્ર )નાસી જતા શૈલેષભાઈ વસાવા,રામેશ્વરભાઈ માકતાભાઈ વસાવા બંને (રહે બેબાર,દેડીયાપાડા) સાથે આરોપી અરવિંદભાઈનો કોન્ટેક કરાવી આપેલ હોય જેથી બીજા આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

TejGujarati