ડાન્સના ચાહકો માટે ખુશ ખબર. : ભારતના લોકપ્રિય કલાકારોના કથ્થક પર્ફોર્મન્સનો લાભ લેવા થઇ જાઓ તૈયાર.

ભારત સમાચાર

અમદાવાદ, 27 જાન્યુઆરી, 2021 – સંજુક્તા સિન્હા ડાન્સ કંપની અમદાવાદ આર્ટ ફેસ્ટિવલ લઇને આવી રહ્યું છે, જેમાં ભારતના પ્રખ્યાત કથ્થક કલાકારો તેમના સુંદર ડાન્સ પર્ફોર્મન્સ દ્વારા દરેક વ્યક્તિનું ધ્યાન આકર્ષિત કરશે. આ કાર્યક્રમ 30 જાન્યુઆરીએ ફુટલાઇટ થિયેટર્સમાં યોજાશે.
અમદાવાદના દર્શકો માટે વર્ચ્યુઅલ વર્લ્ડમાંથી બહાર નીકળીને આર્ટ ફેસ્ટિવલનું આયોજન કરવાની સંજુક્તા સિન્હાની આ પ્રથમ પહેલ છે, જેમાં દર્શકો દિલ્હી, વારાણસી અને અમદાવાદના ટોચના કલાકારોનું પ્રદર્શન જોઇ શકશે. આ કાર્યક્રમમાં સંજુક્તા સિન્હા ડાન્સ કંપનીના કલાકારોની સાથે-સાથે પિયૂષ ચૌહાણ અને પ્રીતિ શર્મા, વિશાલ ક્રિષ્ના અને રાગિણિ મહારાજ તેમના બેજોડ પર્ફોર્મન્સ દ્વારા દર્શકોને યાદગાર અનુભવ પ્રદાન કરશે.
આર્ટ ફેસ્ટિવલના ભાગરૂપે સંજુક્તા સિન્હા ડાન્સ કંપની તેમના નવા પ્રોડક્શન ‘અનંત પ્રવાહ’ પણ પર્ફોર્મ કરશે.
આ પ્રસંગે સંજુક્તા સિન્હા ડાન્સ કંપનીના આર્ટિસ્ટિક ડાયરેક્ટર અને સ્થાપક સંજુક્તા સિન્હાએ જણાવ્યું હતું કે, “જો સમાજ પ્રત્યે મારે કોઇ યોગદાન આપવાનું હોય તો તે આગામી પેઢી સુધી જ્ઞાનને પ્રસાર રહેશે અને અમદાવાદના દર્શકો સમક્ષ ભારત અને વિશ્વની ઉત્તમ પ્રતિભાઓના પર્ફોર્મન્સને રજૂ કરવાનું છે.”

TejGujarati