ટ્રેકટર પરેડના નામ પર દિલ્હીમાં હિંસા, ITOથી શરુ થયેલી જંગનો લાલ કિલ્લા પર આવ્યો અંતઃ આખરે ગૃહ મંત્રાલય આવ્યું એક્શન મોડમાં

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

નવી દિલ્હી, 27 જાન્યુઆરીઃ કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હી બોર્ડર પર છેલ્લા બે માસથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ પ્રજાસત્તાક દિનના દિવસે શાંતિપૂર્ણ રીતે ટ્રેકટર રેલી કરવાનો વાત કહી હતી, પરંતુ આ બધી વાત સાઈટ પર રહી ગઈ. ખેડૂતોના નામ પર ઉપદ્રવીઓએ દિલ્હીમાં ઘુસી હંગામો કર્યો. સુરક્ષાનાં તમામ આયોજનોની ધજીયા ઉડી ગઈ. ગણતંત્ર દિવસ જેવા રાષ્ટ્રીય પર્વ પર ખેડૂત આંદોલન નામ પર દેશની રાજધાનીમાં જે થયું જેની ઉમ્મીદ પણ ન હતી. ના કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો ના તો આંદોલનના સમર્થનમાં ઉતરેલ વિપક્ષ અને ના તો ખેડૂતોને ટ્રેકટર પરેડ માટે મંજૂરી આપવા વાળા પોલીસ અને સરકાર.

ખેડૂત આંદોલન દરમિયાન દિલ્હીમાં કાઢેલી ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા દરમિયાન 63 પોલિસ કર્મચારીઓ ઘાયલ થયા છે. 45 પોલીસકર્મીઓ ટ્રોમા સેન્ટરમાં દાખલ છે. તેઓને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલમાં ગૃહ મંત્રાલયે દિલ્હીમાં પેરામિલિટ્રીની 15 કંપનીઓ ઉતારી દીધી છે. જેમાં 10 CRPF અને 5 અન્ય પેરામિલિટ્રી ફોર્સ હશે. સરકારે દિલ્હીમાં 1,500 જવાનોને તૈનાત કરી દેવાનો નિર્ણય લીધો છે. ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસા બાદ ગૃહ મંત્રાલયે તાકિદની બેઠક બોલાવી જેમાં કેટલાય અધિકારીઓ શામેલ હતા. દિલ્હીમાં હાલની સુરક્ષાને લઈને આ બેઠક થઈ હતી.

દિલ્હીમાં કાઢેલી ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા મામલે ગૃહમંત્રી અમિતશાહે બેઠક બોલાવી હતી. જે બે કલાક સુધીચાલુ રહી હતી. ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા બાબતે પોલિસ નિવેદન જારી કર્યું છે. પોલિસ તરફથી કહેવાયું છેકે પોલિસે ખેડૂતો સાથે નક્કી કરેલી શરતો મુજબ કામ કર્યું અને આવશ્યક બંદોબસ્ત ગોઠવ્યો હતો. દિલ્હી પોલિસે ખૂબ સંયમ રાખ્યો છે. છતાં આંદોલનકારીઓએ પોતાના નિશ્ચિત સમય પહેલા પોતાની રેલી ચાલુ કરી દીધી, અને હિંસા અને તોડફોડનો માર્ગ પસંદ કર્યો હતો. જેના માટે પોલિસે કાયદો અને વ્યવસ્થા બનાવી રાખવા સંયમથી કામ લીધું છે. આ આંદોલનથી સંપત્તિને પણ ઘણું નુકસાન થયું છે. કેટલાય પોલિસ કર્મી ઘાયલ થયા છે.

આ ટ્રેક્ટર પરેડમાં એક ખેડૂતના મોત બાદ પોલીસનું કહેવું છે કે વધુ રફ્તારમાં ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો, જેના કારણે અકસ્માતથી તેની મોત થઇ. દિલ્હીમાં અલગ અલગ વિસ્તારમાં હિંસા ફેલાવવામાં પોલીસે 12 FIR નોંધી છે. 4 ઇન્સ્ટર્ન રેન્જ, એક દ્વારકાના બાબા હરિદાસ નગર પોલીસ સ્ટેશન, એક નઝફગઢ, એક ઉત્તમ નગર, બીજી દિલ્હીના અન્ય થાણામાં નોંધવામાં આવી છે.

TejGujarati