એચ.એ. કોલેજનાં પૂર્વ વિદ્યાર્થી ધ્વારા કરોડો રૂપીઆની સ્કોલરશીપ ચૂકવાઈ

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સનાં પૂર્વ વિદ્યાર્થી ચિરાગ પટેલના નિશ્વાર્થ ચિલ્ડ્રન ફાઉન્ડેશન ધ્વારા એચ.એ. કોલેજનાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપીને ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે સહયોગ આપ્યો છે. નિશ્વાર્થ ચિલ્ડ્રન ફાઉન્ડેશનનાં ડિરેક્ટર સ્નેહલ પરમાર આજે હાજર રહીને પાંચ લાખથી વધુના ચેકનું વિતરણ કર્યું હતુ. જીએલએસનાં રજીસ્ટ્રાર ભાલચંદ્ર જોષીએ પ્રાસંગોચિત વક્તવ્ય આપતા જણાવ્યું હતુ કે પૂર્વ વિદ્યાર્થી ધ્વારા આટલી મોટી માતબર રકમ આપીને ઘણા કુટુંબોની પ્રગતી શક્ય બની છે. કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે ચિરાગ પટેલ ધ્વારા વિદ્યાર્થીઓ અમેરીકા ભણવા જઈ શકે છે. જેનો અત્યાર સુધી ૫ કરોડ એંસી લાખ સ્કોલરશીપ આપીને સહયોગ આપ્યો છે. પરંતુ ભારત દેશમાં પણ જે વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન પછી ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા હોઈ તેઓને પણ છેલ્લા ૫ વર્ષમાં લગભગ ૪૫ લાખ રૂપીઆની મદદ કરી છે. અત્યાર સુધી ૩૮ વિદ્યાર્થીઓને આ લાભ મળ્યો છે. આવા લાભાન્વીન વિદ્યાર્થીઓ અત્યારે દેશની શ્રેષ્ઠ કોર્પોરેટ સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દા ઉપર કામગીરી કરી રહ્યાં છે. પૂર્વ વિદ્યાર્થી ધ્વારા ૬ કરોડથી વધારે પોતાની માતૃસંસ્થામાં હાલના વિદ્યાર્થીઓને મદદ કરવાની ભાવના ખરેખર પ્રશંશનીય છે.

TejGujarati