ધોરાજીની નવી ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવશે. – રશ્મિન ગાંધી.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

ધોરાજી : ધોરાજીમાં ૭૨માં પ્રજાસત્તાક દિનની ઉજવણી આગામી તા.૨૬મી જાન્યુઆરીને મંગળવારના રોજ સવારે ૯ કલાકે ભગવતસિંહજી હાઇસ્કૂલ ખાતે કરવામાં આવશે, આ પ્રસંગે ધ્વજવંદન નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટના હસ્તે યોજાશે, પરેડ અને રાષ્ટ્રગાન, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ અધિકારીઓ, હોમગાર્ડ જવાનો, જી.આર.ડી જવાનો, શહેરના નાગરિકો, મામલતદાર, ચીફ ઓફિસર, એચ.ડી.જાડેજા તેમજ તાલુકા વિકાસ અધિકારી ઉપસ્થિત રહેશે.

(તસવીર :- રશમીન ગાંધી, ધોરાજી)

TejGujarati