મોબાઇલની ભીડભાડમાં ખોવાઈ ગયા, એ થપ્પો,ગિલ્લી ડંડો બધું ક્યાં છે, એ બાળપણ,તું ક્યાં છે…

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત મનોરંજન સમાચાર

મોબાઇલની ભીડભાડમાં ખોવાઈ ગયા,
એ થપ્પો,ગિલ્લી ડંડો બધું ક્યાં છે,
એ બાળપણ,તું ક્યાં છે…
નથી ખબર મને બીજી કોઈ રમતો,
ક્યારેક ખાધી,ખોટી માં ની કસમો,
મળે તને પ્રથમ પેરવા જીન્સ પેન્ટ,
એ ફાટેલ થીગળાવાળી ચડ્ડી ક્યાં છે,
એ બાળપણ,તું ક્યાં છે…
અત્યારે તો જન્મતાં જ A.C. મળે,
એ તાપમાં રમાતા બોલ-બેટ ક્યાં છે,
વાડીલાલ,સ્ટેપ કટ,આવી ગઈ સ્ટાઈલો,
એ 3,રૂપિયાની સોંઘેરી,હેર સ્ટાઇલ ક્યાં છે,
એ બાળપણ,તું ક્યાં છે…
નહોતી અમીરી-ગરીબી વિચારોમાં,
ભાઈબંધી સાચી થતી પળવારમાં,
એનાં લીધે માર ખાધો,મોહનસર નો
એ સંબંધની સચ્ચાઈ ક્યાં છે,
એ બાળપણ,તું ક્યાં છે…
હેલીક…

TejGujarati