શ્રી રામ જન્મભૂમિ મંદિર નિધિ સમર્પણ. એક વિધાર્થીનીનો પ્રેરક પ્રસંગ

ગુજરાત ભારત સમાચાર

ભુજ તાલુકાના સુખપર ગામે શ્રી રામ મંદિર નિધિ હેતુ બહેનોની બેઠકનું આયોજન થયેલું. લગભગ સાઇઠ જેટલી સંખ્યામાં નાની મોટી ઉંમરના બહેનો, યુવતીઓ સાથે હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ પણ જોડાયેલ.
વિષય પૂર્ણ થયા બાદ ધોરણ ૧૧ માં અભ્યાસ કરતી સુમિતા નવીનભાઈ ભુડીયા નામની વિધાર્થીની ઉભી થઈને તાલુકા કાર્યવાહને કહે છે મારે કાંઈક આપવુ છે. તાલુકા કાર્યવાહ તેમને મળે છે અને સૌના આશ્ચર્ય વચ્ચે ઘોષણા થાય છે, સુમિતા બહેન તરફથી રૂપિયા વીસ હજારનું સમર્પણ રાષ્ટ્ર સેવિકા સમિતિની કચ્છ વિભાગ કાર્યવાહિકા કાન્તાબેનના માધ્યમથી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને પહોંચાડવામાં આવે છે.
? આશ્ચર્ય હજુ આગળ છે.
જ્યારે સુમિતાને મેં પુછ્યુ કે આ રકમ તુ ક્યાંથી લાવી ? તો રાષ્ટ્ર સેવિકા સમિતિની એ સેવિકા કહ્યું કે હું ભુજ શ્રી સ્વામીનારાયણ મંદિર સંચાલિત શ્રી સ્વામિનારાયણ કન્યા વિધા મંદિર અભ્યાસ કરૂ છુ, અને ધોરણ આઠથી રમતગમતમાં ભાગ લઉ છું, અત્યાર સુધી ચાર વખત ખેલ મહાકુંભમાં ભાગ લઈ રાષ્ટ્રીય કક્ષાએ પણ વિજેતા થયેલી છું.
તેમાં જે રકમ મને ઈમાનમાં મળેલ તે હું બેંકમા રાખતી જતી. તેણીએ સગૌરવ કહ્યું કે આજે મને લાગ્યું કે મારી ભેગી કરેલી રકમને વાપરવાનો આનાથી સારો અવસર બીજો નહી મળે. અને હું ઘર ઘર લોકોનો સંપર્ક કરવા જઈશ તે પહેલા મારૂં સમર્પણ કરી પછી અમે ગ્રામજનો પાસે જઈશું.
આ વાતની જાણ ગામનાં સ્વામિનારાયણ મંદિર ના સાંખ્યયોગી (સાધ્વી) બહેનોને થતાં એમણે પણ પ્રસન્નતા સાથે આ દિકરીને આશિવાઁદ આપ્યા હતા.
ભગવાન આ જ ભાવ આપણા સૌમાં જગાવે તેવી પ્રાર્થના સાથે સૌને જય શ્રી રામ.
?
नारायण वेलाणी कच्छ
પ્રાંત સેવા પ્રમુખ (રા. સ્વ. સંઘ)

TejGujarati