હાર્ટ એટેકના કારણે ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતાનું નિધન.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાનું અચાનક હાર્ટ એટેકને કારણે મૃત્યું થયું છે. હાલમાં ભાઈ કૃણાલ પંડ્યા સૈયદ મુસ્તાક અલી ટ્રાફી રમી રહ્યો છે. આ વાવડ મળતા જ કૃણાલ પોતાના વતન વડોદરા માટે રવાના થયો હતો. આ કારણે હવે તે ટુર્નામેન્ટની આગળની કોઈ મેચ રમી શકશે નહીં. એજન્સીમાંથી મળતી વિગત અનુસાર વડોદરા ક્રિકેટ એસો.ના શિશિર હતાંગડીએ જણાવ્યું હતું કે, હા, કૃણાલ પંડ્યાએ આ ઘટનાને કારણે બાયોબબલ છોડી દીધું છે, હાલમાં તે ઘરે આવવા માટે રવાના થઈ ચૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે કૃણાલ પંડ્યા હાલમાં ચાલી રહેલી સૈય્યદ મુશ્તાક અલી ટી20 ટ્રોફીમાં બરોડાની ટીમ માટે રમી રહ્યો હતો. તેણે ઉત્તરાખંડ સામે પહેલી મેચમાં 4 વિકેટ લીધી હતી અને 76 રન બનાવ્યા હતા. એટલું જ નહીં બરોડાએ અત્યાર સુધીમાં આ ટી20 ટ્રોફીની ત્રણેય મેચોમાં જીત હાંસલ કરી છે. તો હાર્દિંક પંડ્યા હાલમાં ઘરે રહીને ઈંગ્લેન્ડ સામેની લિમિટેડ ઓવર્સની ક્રિકેટ સીરિઝ માટે તાલીમ લઇ રહ્યો છે. તેણે સૈય્યદ મુશ્તાક અલી ટી20 ટ્રોફીમાં રમવાની ના પાડી દીધી હતી. પિતાના નિધનની ખબર મળતા જ કૃણાલ ખાસ્સો દુખી છે. જાણકારી મળ્યા પછી કૃણાલે મુશ્તાક અલી ટ્રોફીમાં બરોડાની કેપ્ટન્સી છોડી દીધઈ છે. ખબર મળ્યા પછી તે તરત બાયો બબલની બહાર નિકળી આવ્યો. હવે ટૂર્નામેન્ટમાં તે ટીમ તરફથી રમી શકશે નહીં.

TejGujarati