જમાલપુરમાં શાહપુર મિલ કમ્પાઉન્ડમાં રહીશો પીવાના ગંદા પાણીથી પરેશાન આમ. આદમી પાર્ટી મધ્ય ઝોનના પ્રમુખને કરી ફરિયાદ.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ સમાચાર

જમાલપુર વોર્ડમાં આવેલ શાહપુર મિલ કમ્પાઉન્ડમાં રહીશો છેલ્લા ત્રણ મહિનાથી વધારે સમયથી પીવાના ગંદા પાણીથી પરેશાન રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે, સ્થાનિક રહીશોએ જમાલપુર વોર્ડ આમ આદમી પાર્ટી ના પ્રમુખ જુબેર શેખ નો સંપર્ક કરતા આજે વહેલી સવારે આમ આદમી પાર્ટી મધ્ય ઝોનના પ્રમુખ જાહિદ શેખ જમાલપુર વોર્ડ ના પ્રમુખ જુબેર શેખ, ડૉ મિનાઝ કાદરી, સબનમ બેન, તથા જમાલપુર વોર્ડ ના ઉમેદવાર ઊજેરખાન પઠાણે વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધેલ, અને ઇજનેર વિભાગ માં રજૂઆત કરતા વહેલા માં વહેલી તકે કામ પૂર્ણ કરી આપવાની ઇજનેર વિભાગ દ્વારા ખાત્રી આપવામાં આવેલ,
( જાહિદ શેખ પ્રમુખ મધ્ય ઝોન અમદાવાદ શહેર આમ આદમી પાર્ટી ).

TejGujarati