ગુજરાત રાજ્યના રાજપૂત સંગઠનોનાં ઠરાવ મુજબ એક ભારત શ્રેષ્ઠ ભારત માટે મહારાજા કૃષ્ણકુમારસિંહજી તા.15-1-1948 ના રોજ સૌપ્રથમ પોતાનું રાજપાટ ખજાના સહિત દેશને અર્પણ કરેલ.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

ગુજરાત રાજ્યના રાજપૂત સંગઠનોનાં ઠરાવ મુજબ એક ભારત શ્રેષ્ઠ ભારત માટે મહારાજા કૃષ્ણકુમારસિંહજી તા.15-1-1948 ના રોજ સૌપ્રથમ પોતાનું રાજપાટ ખજાના સહિત દેશને અર્પણ કરેલ. ગુજરાતની સમગ્ર રાજપૂત સંગઠનોએ આ દિવસને ત્યાગ દિવસ તરીકે ઉજવવા ઠરાવેલ હોવાથી ગુજરાત રાજ્યના રાજપૂત સંગઠનોએ તા.15-1-2021 ને ત્યાગ દિવસ તરીકે કોરોના મહામારી ની ગાઇડ લાઇન મુજબ ઉજવ્યો.
શ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ ગાંધીનગર દ્રારા ત્રિસ્તરીય ત્યાગ દિવસની ઉજવણી કરવામાં આવી.
સવારે 9.30 કલાકે સેકટ-17 ના કાર્યાલય ખાતે,સવારનાં 11 કલાકે બાશ્રીદશરથબા મહેન્દ્રસિંહ પરમાર રાજપૂત આઇએએસ કરિયર એકેડેમી,લેકાવાડા ખાતે એકેડેમીમાં સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ અને રાત્રે 9 કલાકે શ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ ના દરેક પરિવાર પોતાનાં ધરે ત્યાગ દિવસની ઉજવણી કરનાર છે.
ત્યાગ દિવસની ઉજવણીમાં રાજા મહારાજાઓએ એક ભારત શ્રેષ્ઠ ભારત માટે પોતાનાં રાજપાટ નો ત્યાગ કર્યો તેની માહિતી આપી રાજા મહારાજાઓની દેશ ભક્તિ ને બિરદાવવામાં આવી.ગુજરાત રાજ્યના રાજપૂત સંગઠનોનાં સ્નેહ મિલન માં મૃત્યું પછીનાં વિધિ વિધાનમાં આમૂલ પરિવર્તન-1,વેવિશાળ થી લગ્ન સુધીના રીત રીવાજ માં આમૂલ પરિવર્તન-2,વ્યસનમુક્તિ આમૂલ પરિવર્તન-3 અને અંધશ્રદ્ધા નાબૂદી આમૂલ પરિવર્તન-4 અંગે ઠરાવ થયેલ છે તે અંગે માહિતી આપી આમાં જે દુષણો અને નકારાત્મકતા છે તેની યાદી કરી પોતાનાં,પરિવાર,સમાજ,રાજય અને છેવટે રાષ્ટ્ર ના ઉત્થાન અર્થે આ દુષણો અને નકારાત્મકતા નો ત્યાગ કરવાનાં સામુહિક સંકલ્પ લેવામાં આવ્યાં.
આજ રીતે ગુજરાત રાજ્યના દરેક રાજપૂત સંગઠનોએ ત્યાગ દિવસ ની ઉજવણી ખૂબજ ઉત્સાહ પૂર્વક કરી રાષ્ટ્ર ના ઉત્થાન અર્થે સંકલ્પબદ્ધ થયાં.

રણજીતસિંહ કોટડા નાયાણી
આમૂલ પરિવર્તન પ્રેરક/સંયોજક
SKKRSS PARIVAR
શ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ, સેકટર-17 ખાતે સામુહિકં સંકલ્પ
બાશ્રી દશરથબા મહેન્દ્રસિંહજી પરમાર રાજપૂત આઇએએસ કરિયર એકેડેમી ખાતે સંકલ્પ.

TejGujarati