*કોરોનાની મહમારીમાં પણ સતત 7માં વર્ષે સ્વાભિમાન ગ્રુપ દ્વારા અમદાવાદમાં પક્ષી ઉપચાર કેન્દ્રનું આયોજન કરી અબોલ પક્ષીઓના બચાવાયા જીવ.*

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

અમદાવાદ: કોરોનાની મહામારી મહદ અંશે નાથવાના આરે છીએ અને ત્યારે બર્ડફલૂ એ દેખા આપી છે પરંતુ ગુજરાતની ખમીરવંતી પ્રજા હંમેશા કોઈપણ મુશ્કેલીનો સામનો કરવા હંમેશા તત્પર જોવા મળે છે. કોરોનાની મહમારીમાં ઉત્તરાયણમાં અબોલ પક્ષીઓ પતંગની દોરીનો શિકાર થતા હોય છે તેવા સમયમાં અમદાવાદમાં સ્વાભિમાન ગ્રુપ દ્વારા આશ્રમ રોડ ખાતે સતત સાતમાં વર્ષે પક્ષી ઉપચાર કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પના શુભારંભ સમયે બજરંગદળ ઉત્તર ગુજરાત પ્રાંતના પ્રમુખ જ્વલિતભાઈ મેહતાએ રિબન કાપીને આ શિબિરને ખુલ્લી મૂકી હતી. આ દરમ્યાન સ્વાભિમાન ગ્રૂપના પ્રમુખ વિનોદભાઈ ચૌહાણ, નીમા વિદ્યાલયના આચાર્યશ્રી સહદેવ સિંહ સોનગરા અને વિદ્યાર્થીઓ સહિત સ્વાભિમાન ગ્રુપની સમગ્ર ટીમ પણ આ દરમ્યાન હાજર રહી હતી.

સ્વાભિમાન ગ્રુપ દ્વારા પક્ષી બચાઓ અભિયાન છેલ્લા 6 વર્ષથી નિરંતર ચાલી રહ્યું છે. ગ્રુપના ટીમ સભ્યોએ છ વર્ષમાં આશરે 1000 પક્ષીઓના પ્રાણ બચાવ્યા છે. આજે પણ સમગ્ર ટીમ સ્વાભિમાન પક્ષીઓને બચાવવાનું કાર્ય કરી રહી છે. સતત 6 વર્ષથી આ સેવાભાવી કાર્ય નિરંતર 2 દિવસ માટે સતત ચાલતું આવી રહ્યું છે.

સેવાભાવી અને રાષ્ટ્રવાદી સંસ્થા સ્વાભિમાન ગ્રુપ દ્વારા અનેક સેવાકાર્યો વર્ષ દરમિયાન કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં ગુજરાત બાહરથી આવનાર ઘણા રોગીઓને માર્ગદર્શન અને સારવારમાં સ્વાભિમાન ગ્રુપ દ્વારા સતત સહાય કરવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકો ને રક્તદાન પણ કરવામાં આવે છે.

સંસ્થા દ્વારા સાત વરસથી નિરંતર રક્તદાન કૈમ્પ, મફત છાસ વિતરણ, શરબત વિતરણ, જગન્નાથજીની રથયાત્રામાં સેવાકેમ્પ, કેમ્પ હનુમાનજી શોભાયાત્રામાં મિનરલ વાટરનું વિતરણ, ગરીબ બાળકોને સીઝનમાં નોટબુક્સ અને સ્ટેશનરીનું વિતરણ જેવા અનેક કાર્ય કરવામાં આવે છે અને ઉત્તરાયણના 2 દિવસ સતત ખડેપગે રહી પતંગની દોરીથી ઘવાયેલ પક્ષીઓની સારવાર કરવામાં આવે છે.

TejGujarati