ઉત્તરાયણની આગલી સાંજે માંજો પાયને જાતજાતના અને ભાતભાતના પતંગો લઇ મિત્રો સાથે ઘરે. મોજમસ્તી,મસ્તમજાના મિત્રો,ચા પાણી અને નાસ્તો.મોડી રાત સુધી કાનેતાર બાંધવાનો કરતબ. ઉત્તરાયણની વહેલી અને વહાલી સવાર. પતંગો,ફિરકીઓ,અગાશી,મિત્રો અને આ સામે દેખાય એ આકાશ આપણું ! ‘લે ફિરકી પકડ.’ ‘પેલા ચાંદતરાજ ને ખેંચી નાખ.’ ‘કા………. પ્યો……. છે………..’ ‘એ લંગર નાખ.’ ‘લપેટ….લપેટ……લપેટ…..’ ‘તારી તે………હરખી ફિરકી પકડને.’ ‘એ આવ્યો…..આવ્યો…પકડ…..પકડ..’ ‘તને ઉડાડતા જ નથી આવડતું.લાવ, હું ચગાવું.’ ‘અરે… યા………. ર!’ ‘ઢીલ દે,ઢીલ દે’ ‘મને મામરાનો લાડુ’ ‘શીંગપાક આપણને ન ભાવે.’ શેરડીના કટકાને ફોલતા,’ખેંચતી વખતે પતંગ સીધો કરાય’ . . . . અને ………મેં ઈયરફોન કાઢ્યા. તમામ શોરગુલ બંધ. અગાશી સૂમસામ! આપણું આખું આકાશ ખાલીખમ! સામેનો વડલો પણ સ્તબ્ધ! અને હું અવાક ! -નીરવ ત્રિવેદી -14/01/2018
