હેપ્પી ઉતરાયણ. – વિભા પટેલ.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ઉતરાયણ ને મકર સંક્રાંતિ પણ કહેવાય, અને સુધરેલી ભાષા માં kite flying festival કહેવાય. આનું મહત્વ મને સમજવાની કે સમજાવાની સેજ પણ ઈચ્છા નથી એનું કારણ હું જે નજર થી જોઈ રહી છું એમાં આ તહેવાર નુ મહત્વ અને બધું જ બદલાઈ ગયું છે, એમાં આજ ની પેઢી જ એવી છે કે જે કોઈનું સાંભળવા તૈયાર જ નથી કેમ કે એમને એવું છે કે પરિવર્તન લાવવું જરૂરી છે પણ એમને એ સૂઝ નથી કે સકારાત્મક પરિવર્તન અને નકારાત્મક પરિવર્તન નુ પણ ધ્યાન રાખવું જોઈએ… જે ધ્યાન માં રહેતું નથી, કઈ ખાસ મુદ્દા એવા છે જે હું જરૂરથી કહીશ…

૧, એક તો સારા સંગીત ને ઘોંઘાટ માં બદલીને ને જોડે ચીસાચીસ કરી મૂકવું એટલે ઉતરાયણ.

૨, પછી ગોગલ્સ પહેરીને એકદમ વ્યવસ્થિત તૈયાર થઈને અગાસી માં ચડી જવાનું અને મીત્ર વર્તુળ સાથે હા હા હી હી કરીને ટાઈમ પાસ કરવાનો અને પતંગ માંડ એક જ ચગાવવાની.

૩, અધૂરાં માં પૂરું કોઈની પતંગ કપાઈ એટલે ત્રાહિત વ્યક્તિ જ વગર કારણ ની બૂમો પાડે વગર લેવા દેવા.

૪, શીંગદાણા ની અને તલ ની ચીકી અને મમરા ના લાડુ બનાવી ને અગાસી એ લઈ જવાની અને એકબીજા ની ચીકી ના લાડુ ના સાચા ખોટા વખાણ કરો ને કોણ વધારે હોશિયાર એની સ્પર્ધા.

૫, હવે મુખ્ય વાત એ કે પતંગ નુ નામ અને દારૂ પાર્ટી ની કામ… લો પતિ ગઈ ઉતરાયણ… આવું તો ઘણું ખરું છે પણ મે તો ટૂંકું અને મધુરું સત્ય કીધું.

વિભા પટેલ

TejGujarati