રીમા શાહ જેને પોતાની કારકિર્દી મહેંદી આર્ટિસ્ટ તરીખે કરી હતી સમય જતા એ શોખ પાછળ જ છૂટી ગયો. હા ચોક્કસ એનો અફસોસ હતો અને સમય જતા અફસોસ પણ ભુલાઈ ગયો. પછી આવનાર સમય મા event organiser તરીખે કાર્ય શરુ કર્યું અને મને કોફી વિથ ક્રિએટીવી ગ્રુપમા જોડાવા નો મોકો એના founder નીરવભાઈ શાહ તરફ થી મળ્યો, એ ગ્રુપ નું ત્રણ દિવસ નું આર્ટ એક્ઝિબિશન થયું એમાં કામ કરવા નો મોકો નીરવભાઈ એ આપ્યો એક માટે એમની ઋણી રહીશ એમાં મારા કામ ને સૌ એ બિરદાવીને મારા ઉત્સાહમા વધારો કર્યો, એમાં સૌની આર્ટ જોઈ ને કેટલું મારું પાછળ છૂટી ગયું એનો અહેસાસ થયો અને આશરે 25 વર્ષ પછી એક આશા નું કિરણ દેખાયું અને થોડું કાગળ પેન અને કલર સાથે અજમાવવા મળ્યું અને અચાનક lockdown આવ્યું અને આ ગ્રુપ મા નીરવભાઈ સૌને એક વિષય આપે એના પર પોતાને ગમતી આર્ટ કરવાની અને પછી તો એક પછી એક drawing અલગ અલગ રીત ના કરવા મળ્યા. જેટલાં વિષય આપ્યા એક બધા ઉત્સાહ થી કરતી રહી અને ગ્રુપ મા મુકાતી ગઈ સૌ ગ્રુપ મેમ્બર અને નીરવભાઈ ના પ્રોત્સાહન થી આશરે અત્યાર સુધી 600થી વધારે drwaing કરી લીધા, પછી તો વિષય સિવાય પણ ગમતા drawing કરતી રહી એક પણ ખાલી કલર પેન્સિલ અને બ્લેક પેન થી જ.પછી તો family અને દોસ્તો પણ ઉત્સાહ મા વધારો કરવા નું કામ કરવા મળ્યા અને સફર આગળ વધતી રહી છે અને રહેશે જ.
ખાસ કરી ને અલગ પ્રકાર ના અલગ વિષય સાથે મને પણ કામ કરવું ખુબ ગમે છે કલર સાથે અને ઘણા બ્લેક white મા કર્યા તો મગજ ના તરંગો પણ અલગ જ વહેવા લાગ્યા એમાં ધાર્મિક મા શિવ અને કૃષ્ણ ના drwaing કરવા ની ખુબ મઝા આવી, ઘણા નો વેસ્ટર્ન રીત ના પણ કર્યા, અલગ અલગ છટા જાણવા મળતી ગઈ અને કાર્ય આગળ ધપાવતી રહી છુ.
ખાસ એક અનુભવ એ પણ રહ્યો કે drwaing કરી ને પછી ઓબઝર્વેશન કરું તો વધારે સારુ હોય કે ખામી વાળું હોય એ મગજ ના વિચારો પર ની અસર સાથે જોડાતું હોય એમ પણ લાગ્યું, પોઝિટિવ વિચાર સાથે ખુબ સારુ થયું અને મગજ ડિસ્ટર્બ હોય ને કર્યું હોય તો એની અસર ચિત્ર પર પણ દેખાઈ એને કારણે મારી સાથે ના વિચારો પર કામ કરવા નો પણ મોકો મળ્યો, ખાસ આભાર કે કોરોના ના lockdown મા મારા વિસરાયેલા શોખ ને ફરી કરવા નો મોકો મળ્યો.