કોઈ પણ મુસલમાન ને પૂછશો તો કહેશે મારો ધર્મ મોહમ્મદ પયંગબર સાહેબ… કોઈ ખ્રિસ્તી ને પૂછો તો ઈશુ… માત્ર હિન્દુ ને પૂછશો તો એવા જવાબ આપશે કે. – હિતેશ રાઈચુરા

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

કોઈ પણ મુસલમાન ને પૂછશો તો કહેશે મારો ધર્મ મોહમ્મદ પયંગબર સાહેબ…
કોઈ ખ્રિસ્તી ને પૂછો તો ઈશુ…
માત્ર હિન્દુ ને પૂછશો તો એવા જવાબ આપશે કે આપણે કન્ફ્યુસ થઈ જાશું, કેમ કે કોઈના સ્વામિ બાપા, કોઈના મુનિ, કોઈ ના બાબા તો કોઈના મહારાજ શ્રી…. અને પાછા એમાય અંદરો અંદર ઘણા ફાટા હશે…
હિન્દુ ધર્મ મોટો છે એટ્લે એમાં ઘણા પંથ હોય એની ના નહીં પણ શું આપણે હિન્દુ એમ ના કહી શકીએ કે અમારો ધર્મ માત્ર ને માત્ર હિન્દુ જ અને અમારા દેવતા ભગવાન શ્રી રામ, શ્રી શંકર કે શ્રી ક્રુષ્ણ જ છે ???
વ્યક્તિ પૂજા કરવી જરૂરી છે ?
તમે જે વ્યક્તિ ને ગુરુ કે સ્વામિ માનો છો એ ઈશ્વર ની સમકક્ષ છે ?
જી ના… તો પછી એના કરતાં નિરાકાર ઈશ્વર ને જ ના ભજી શકો ???
બાબર અને રાણા સાંગા વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું.
લડતાં લડતાં સાંજ પડી ગઈ હતી
બંને પક્ષો તેમના શિબિરોમાં ખોરાક તૈયાર કરી રહ્યા હતા.
બાબર પોતાના શિબિરની બહાર ઊભેલા દુશ્મન લશ્કરની છાવણીને જોયું તો રાણા સાંગાની સેનાની શિબિરોમાંથી કંઈ કેટલીય જગ્યાએથી ધુમાડો નીકળતો હતો
બાબરને લાગ્યું કે દુશ્મનની શિબિરોમાં આગ લાગી ગઈ છે
તેમણે તરત જ તેના સેનાપતિ મીર બાંકીને બોલાવ્યા અને તેમને પૂછ્યું
જાઓ જરા જુઓ તો , દુશ્મનની છાવણીમાં આગ કેવી રીતે લાગી છે ?
છાવણીમાં પચાસ સ્થાનોમાંથી ધુમાડો બહાર આવે છે.
સેનાપતિએ પોતાનાં ગુપ્તચરોને તપાસનો આદેશ આપ્યો –
થોડાં સમય પછી ગુપ્તચરો પાછા ફર્યા
તેમણે કહ્યું
” હુજૂર દુશ્મન સૈનિકો બધા હિન્દુઓ છે, તેઓ એક જ જગ્યાએ સાથે બેસીને જમતાં નથી,
સૈન્યમાં અનેક જાતિઓના સૈનિક છે,
જેઓ એક બીજાનું બનાવેલું અને અડેલું ખાવાનું પણ ખાતાં નથી,
એટલાં માટે તેઓ પોત પોતાનું ભોજન પણ અલગ -અલગ બનાવે છે
અને અલગ – અલગ ખાય છે !!!
એકબીજા ના પ્યાલા માંથી પાણી પણ નથી પીતાં,
આ સાંભળીને બાબર જોરથી હસ્યો,
પછી તેણે પોતાનાં સેનાપતિને કહ્યું
” મીર બાંકો ફતેહ આપણી જ થશે !!!”
આ લોકો આપણી સાથે શું લડવાના કે જેઓ સાથે મળીને સાથે બેસીને ખાવાનું પણ નથી ખાઈ શકતા ?
એ લોકો એક સાથે મળીને દુશ્મનો સામે કેવી રીતે લડી શકશે ?”
બાબર કેટલો સાચો હતો !!!!!!!
ત્યાર બાદ ત્રણ જ દિવસમાં રાણા સાંગાની સેના ને મારી નંખાઈ.
સંપ ત્યાં જમ્પ…. જૂની કહેવત છે. એટલે કે જ્યાં લોકો એકબીજા સાથે સંપીને, હળી-મળી ને રેહતા હોય ત્યાં જંપ હોય, શાંતિ હોય.
પણ હવે આપણો સંપ, સંકુચિતતાને પોષનારો બની ગયો હોવાને કારણે હવે જમ્પ એટલે કે સાવ ફાલતુ કુદા-કૂદ કરનારાઓ ને પ્રોત્સાહન આપનારો બની ગયો છે.
કુતરાંઓ વચ્ચે સંપ નથી હોતો માટે લોકો કુતરાંને પથ્થર મારી ભગાડી શકે છે,
જ્યારે મધમાખીઓમાં સંપ હોય છે માટે કોઈ પથ્થર મારવાની હિંમત કરતા નથી, માટે તમારી સલામતી માટે સમૂહમાં અને સંપ થી રહો…..
એક બનો, એકતા થી મોટી કોઈ તાકાત નથી…
અને હિન્દુઓ ની આ જ અલગ રહેવાની આદત નો લાભ આજે નેતાઓ અને પાખંડી ધર્મધંધાર્થીઓ લઈ રહ્યા છે અને દેશ ને બરબાદ કરી રહ્યા છે…- હિતેશ રાઈચુરા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •