લાયન્સ કલબ બોરસદ સીટી દ્રારા રાષ્ટ્રીય યુવા દીનની સાથી મનોદિવ્યાંગ શાળાનાં બાળકો સાથે ઉજવણી…….

ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

બોરસદ સ્થિત સેવાકીય સંસ્થા સ્વામી વિવેકાનંદ વિકલાંગ મંડળ છેલ્લા ૩ વર્ષ થી “સાથી મનોદિવ્યાંગ શાળા”નાં માધ્યમથી મતિમંદ દિવ્યાંગ બાળકોની નિઃસ્વાર્થ ભાવે સેવામાં પ્રવૃત છે. બોરસદ અને આંકલાવ તાલુકામાં આ એકજ આવી દિવ્યાંગ શાળા છે. જે મનોદિવ્યાંગ બાળકોનું પુનઃસ્થાપનની વ્યવસ્થા ઉભી કરેલ છે.તો આવા દેવના દીધેલ બાળકો સાથે આજે સ્વામી વિવેકાનંદ જયંતી ઉજવવામાં આવી હતી.સ્વામી વિવેકાનંદ જયંતીને રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવાય છે તે નિમિત્તે લાયન્સ ક્લબ બોરસદ સીટી દ્વારા સાથી સ્પેશિયલ સ્કૂલ ખાતે દિવ્યાંગ બાળકો માટે વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમા દરેક દિવ્યાંગ બાળક ને પતંગ વિતરણ, ચીકી, વિદ્યાકીટ(કલર બોક્ષ,પેપર) વિતરણ કરવામાં આવ્યું હતું તથા સૌને ઉંધીયાં જલેબી પીરસવામાં આવ્યા હતા. ત્યારબાદ સૌ સભ્યોએ બોરસદની આણંદ ચોકડી ખાતે લાયન્સ કલબ બોરસદ દ્રારા સ્થપાયેલ સ્વામી વિવેકાનંદ ની પ્રતિમા ને સૂતરની આંટી પહેરાવી ને વંદન કર્યા હતા અને સ્વામીજી વિચારો ને યાદ કર્યા હતા. આ પ્રસંગે ઝોન ચેરમેન અંકિત પંડ્યા, પ્રમુખ લા.ઉર્મિલભાઈ પટેલ, સંસ્થા ના વડીલ વિનોદ દાદા,મંત્રી લા.સન્ની સુખડિયા, લા.ઈશ્વરભાઈ પટેલ,લા.દિપક પટેલ, આચાર્ય હર્ષદ મકવાણા,લા.ફારુક વ્હોરા,લા.નિલેષ સોની, લા.કમલેશભાઈ સુખડિયા, લા.ભાવિક શાહ, રાવજીભાઇ પટેલ તથા અન્ય સભ્યો હાજર રહ્યા હતા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •