તાજેતરમાં લંડન સ્થિત ” IMA FOUNDATION” દ્વારા ” કલર આર્ટ કોમ્પિટિશન” નું આયોજન કરવામાં આવ્યું હતું કે જે લંડન ના રાધા બિનોદ શર્મા દ્વારા ક્યુરેટર કરાયું હતું. કોમ્પિટિશન નો આશય એવો હતો કે હાલમાં કોરોનાકાળમાં દુનિયાના દરેક માનવસમાજનું જનજીવન ડાર્ક શેડ માંથી પસાર થઈ રહ્યું છે, તો કલાકારો એ પોતાના સૌથી વધુ કલરફૂલ પેઇન્ટિંગ દ્વારા આ કોમ્પિટિશનમાં ભાગ લઈ દુનિયાને જીવનની રંગીનતાનો અને સંગીનતાનો પણ એહસાશ કરાવવાનો છે. આખી દુનિયામાં થી કલાકારોએ પોતાની સૌથી કલરફૂલ ચિત્રાકૃતિઓ મોકલી હતી કે જેમાં કલાકાર શૈલેષ પટેલ ની આ કલરફૂલ અને બેનમૂન ચિત્રાકૃતિને પ્રથમ પુરસ્કાર એનાયત થયો છે.
