પતંગ એ કહ્યું દોરી ને
હું તો ઉડું ઉપર આકાશ
ખુલ્લા આસમાને વિહરું,
હવા સંગ
તારે તો બસ..
ફિરકી માં રહેવું વીંટળાયેલું
કિંમત તારી કેટલી
કપાવ જો હું ,
તો ઉડું દૂર દૂર
ને નીચે આવું તો
પકડવા થાય પડાપડી
ફરી સાંધે
ફરી ઉડાડે
લંગર નાખે
ઝંડાથી પકડે
તારી શું હેસિયત મારી સામે
તું તો દોરી પાતળી
હું જાવ છોડી ને જો,
તો તું રહે ગૂંચવાયેલી
બસ હું તારી સાથે,
તો જ તું કંઈક
દોરી એની સામે જોઈ હસી..
પતંગ એ ચડાવ્યા આંખો ના ભવા
દોરી શાંતિ થી બોલી
ભલે હું વીંટળાયેલી
હા ક્યારેક ગૂંચવાયેલી
તૂટી હોઈશ વારંવાર
ને તો પણ,
સાથ રહી સદા તારી
ગાંઠ લગાવી લગાવીને પણ,
તને ચડાવ્યો આકાશ
ઉડે ભલે તું ગમે ત્યાં,
પણ એ માની લે એ પતંગ
હું જ નહીં હોવ તો,
ઉડીશ ક્યાંથી તું
એ અનાડી..
મારી જ સંગ તો ઉડે
તોય સમજે નહી કિંમત મારી
સાથ જો છોડીશ ને તો,
કિંમત નહી રહે કોઈ તારી
તો સમજી જા તું બુધ્ધુરામ
પતંગ દોરી ની જ જોડી નિરાલી
એક ની વગર છે
બીજું અધુરું
તો બસ ચાલ
પકડ મજબૂત હાથ મારો
ઢીલ છોડે કે ખેંચે ભલે
જ્યાં સુધી છીએ સાથ
જઈ ઊંચે આકાશ
ઝૂમીએ કે પડીએ
બસ સફર આ કરીએ પુરું
સાથ – સાથ…!
ઉતરાયણ પર્વની આપ સર્વે ને અનેક શુભેચ્છાઓ !
જયશ્રી બોરીચા વાજા. 💐💐
TejGujarati