દોસ્ત હું રંગ છું પણ દંગ છું. એકબીજાનાં ધાબા પર, માસ્ક માં અજનબી લાગતાં માણસો ની ભીડમાં ખોવાયેલ કોરોના નો કાળ છું..કુલીન પટેલ ( જીવ )

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

દોસ્ત હું રંગ છું પણ દંગ છું. એકબીજાનાં ધાબા પર, માસ્ક માં અજનબી લાગતાં માણસો ની ભીડ માં ખોવાયેલ કોરોના નો કાળ છું.. રંગબેરંગી વસ્ત્રો માં અને અવનવાં માસ્ક ની પાછળ નાં ચાહેરા પર પ્રેમ નાં સંબંધો ની ખોવાયેલ ઓળખાણ છું… દોસ્ત હું રંગ છું પણ દંગ છું.. કોઈ ની ભાર દોરી માં કપાયેલી કોરોના ની કાળી ચીલ છું, તો બાજુનાં ધાબે થી છૂટ આપયેલો અને ઉંચા આકાશે ચઢેલો લાલ રંગ ની ઢાલ છું.. મહેંદી ભર્યા હાથે અને માસ્ક ની સાથે ફીરકી પકડીને ઉભેલી પ્રિયતમા નો સુરતી માંજા નો પહેલો પ્રેમ છું, દોસ્ત હું રંગ છું પણ દંગ છું… એકબીજા નાં મુખે શુશોભિત રંગબેરંગી માસ્ક ને લીધે અધૂરી ઓળખાણ છું પણ આંખો નાં ઈશારે થતી વાતચીત્ત નો દોર છું, છતાંય બે ગજ ની દૂરી રાખી પ્રસાસન નું સન્માન છું.. દોસ્ત હું રંગ છું પણ દંગ છું… રંગબેરંગી આકારો ની પતંગો થી શુશોભિત ખુલ્લું આકાશ છું, ચારેય બાજુ બહુમાળી મકાનો ની વચ્ચે દેખાતી અમદાવાદ ની શાન પતંગ હોટેલ છું, લો રાઈઝ બિલ્ડીંગ નાં ધાબાં પર ઓછી ભીડ નાં ટોળાં માં કોરોના પોઝિટિવ થી ભયભીત માનવ છું. કોઈક નાં હાથમાં કડક મીઠી ચા છું તો કોઈક નાં મોંઢા માં ગોળની ચીક્કી છું.. દોસ્ત હું રંગ છું પણ દંગ છું કોઈનો સ્થિર હવામાં ચઢેલો આંખેદાર લાલ પતંગ છું, તો કોઈક ની ઠુંમકા મારી ને માંડ ચઢેલી રાણી કલર ની ફૂદ્દી છું, આકાશમાં ઉડતાં અને ધાબાઓ પર જામેલી ભીડ ને શોધવાં પોલીસ ની બાજનજર ડ્રોન છું. ધાબા પર ભેગી થયેલી કન્યાઓ નાં હાથેથી પતંગો ની બંધાયેલી કિન્યા છું. દોસ્ત હું રંગ છું પણ દંગ છું… કુલીન પટેલ ( જીવ )

TejGujarati