‘ઉત્તરાયણનો તહેવાર’    (કેટલાંક માઈક્રોફિકશન.. ). – ડો સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

1 એક વાર કહયુ, ” ને કે ઉત્તરાયણ તહેવાર નથી.” મમ્માને પહેલી જ આવો ગુસ્સો કરતા જોઈને બાળ પંખીની આંખમાં આંસુ આવી ગયા. એણે રડમસ નજરે મમ્મા સામે જોયું.. મમ્મા શૂન્યમનસ્ક નજરે આકાશ સામે જોઈ રહી હતી…
2
ર. ચકી તો બે દિવસ પહેલા જ ચોખાનો દાણો લઈને આવી ગઈ હતી. ચકો જ થોડો ઉણો ઉતર્યો હતો.. સ્વમાની ચકો મગનો દાણો લેવા પાંખો ફફડાવે એ પહેલા ચકી વહાલથી બોલી..’બેહો છાનામાના.. હવે ચાર દિવસ માળામા જ પડયા રહેજો.. એકલા ભાત ખાઈ લઈશુ.. નથી ખાવી ખિચડી..
3
“મમ્મા.. આ કાતિલ તહેવાર પતે પછી પેલા વડ દાદાના ટેટા ખાવા જઈશ.. જવા દઈશને.. મમ્મા..?” બાળ પંખી બોલ્યુ.
‘ તહેવાર તો પતી જશે પણ આ બર્ડફલુ.. કોણ જાણે કયારે પતશે..’ મમ્મા મનોમન બબડી..
4.
વડલાએ પોતાની બધીજ ડાળ તપાસી..
લગભગ દરેક માળામા અંગત રીતે કાળજીપૂર્વક ડોકિયું કર્યુ..
ચાર પોપટ’, આઠ હોલા, ત્રણ કાબર…..
કેટકેટલા પંખીઓ નદારદ હતા.. પોતાની ડાળ ઉપર ફસાયેલા દસબાર પતંગો જોઈને એક ઊંડો નિસાસો નાખી..અને વડ એકદમ મૌન થઈ ગયો..
5
“ચલને મારી બેન, પેલા તળાવ બાજુ પાંખો છુટી કરી આવીએ.. હુ તો મંદિર મસ્જિદ ના આંટા લઈ ને બોર થઈ ગઈ છુ”, એક કબુતરીએ બીજી કબુતરીને કહયુ.
‘ હા.. ઉત્તરાયણ પતવા દે.. પછી જતા આવીશુ.. ..”બીજીએ જવાબ આપ્યો
ડો સ્વપ્નિલ કેશવલાલ મહેતા

TejGujarati