રાજપીપળામાં ઉતરાણ અને માંડ બે દિવસ બાકી રહેતા પતંગ બજારમાં તેજી આવી.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

રાજપીપળામાં ઉતરાણ અને માંડ બે દિવસ બાકી રહેતા પતંગ બજારમાં તેજી આવી.

પતંગ દોરા ની દુકાનમાં ઘરાકી નીકળી, દોરા માંજવાના સરખા ધમધમતા થયા.

રાજપીપળાના પતંગ બજારમાં પતંગના દોરા અને એસેસરી નો માલ ખડકાયો.

આ વખતે અગાસી પણ માત્ર પરિવારજનો સાથે પતંગ ચગાવવાની પરવાનગી હોવાથી પતંગ રસિયાઓ હવે પરિવાર સાથે પતંગ પર્વ મનાવશે.

પતંગ દોરા માંજવાનું કામકાજ શરૂ થયું,પતંગ એસેસરી સહિત દોરાનો નવો માલ ખડકાયો.

રાજપીપળા,તા.12

રાજપીપળામાં ઉતરાણ અને માંડ બે દિવસ બાકી રહેતા પતંગ બજારમાં તેજી આવી છે.પતંગ દોરા ની દુકાન માં આજે ઘરાકી નીકળી હતી. દોરામાં જવાના ચરખા પર ધમધમતા થયા હતા. રાજપીપળાના પતંગ બજારમાં પતંગ દોરા અને એસેસરી નો માલ ખડકાયો છે.

આજથી રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ઉત્તરાયણ પર્વની કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હવે ઉત્તરાયણને માંડ બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે રાજપીપળાના, લીમડાચોક,સ્ટેશન રોડ, સંતોષ ચાર રસ્તા પર પતંગની દુકાન લાગી છે. જેમાં આ વખતે રાજપીપળાના પતંગ બજારમાં કોરોના ઇફેક્ટ હોવાથી વેપારીઓએ લિમિટેડ પતંગ દોરા અને એસી નો માલ ભર્યો છે. ઉત્તરાયણ પર્વને હવે માંડવ ત્રણ દિવસ બાકી છે. હવે છેલ્લા બે દિવસમાં ઘરાકી થવાની વકી છે. જેમાં મોદી બ્રાન્ડની પતંગો પણ બજારમાં લાગી છે.

જોકે સરકારની ગાઈડલાઈન મુજબ આ વખતે અગાસી પણ માત્ર પરિવારજનો સાથે જ પતંગ ચગાવવાની પરવાનગી હોવાથી પતંગ રસિયાઓ હવે પરિવાર સાથે પતંગ કરવામાં મનાવશે. કોરોના માં 9 મહિનાના લાંબા લોકડાલોડ બાદ લોકો તહેવાર આનંદપૂર્વક ઉજવી શક્યા નથી. ત્યારે હવે અગાસી ધાબા પર માત્ર પરિવારજનો સાથે જ પતંગ ચગાવવાની પરવાનગી હોવાથી બહારના મિત્રોને બોલાવી શકાશે નહીં. જોકે કોરોનાના સંક્રમણથી બચવા આ નિર્ણયને લોકોએ આવકાર્યો છે.પણ પતંગ પર્વ તો લોકો મનાવશે, તેથી પતંગ રસિયાઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજપીપળા લીમડા ચોક ખાતે પતંગોની ઠેરઠેર દુકાનો લાગી છે.રાજપીપળામાં પતંગ દોરા માંજવાનું કામકાજ શરૂ થઈ ગયું છે.

રિપોર્ટ: જયોતિ જગતાપ, રાજપીપળા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •