” વ્હાલી કોરોના રસી “( કવિ : શ્રી શૈલેષ પટેલ, આર્ટિસ્ટ, વડોદરા )

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

કવિતા નું શિર્ષક : ” વ્હાલી કોરોના રસી “

બહુ કરી ભાઈ બહુ કરી,

કોરોનાની રસી આવી,

રૂમઝૂમ કરતી રસી આવી,

મોડે મોડે પણ આવી ખરી,

આમ, સૌ કોઈને ઘણી મઝા આવી,

હવે કોરોના તારી આવી બની,

ફરી આપણી જીંદગી પાટે ચઢી.

બહુ કરી ભાઈ બહુ કરી,

કોરોનાની રસી આવી,

અત્યાર સુધી કોરોનાએ ઘણી મનમાની કરી,

અને મન મૂકીને માનવજાતની ઘણી તબાહી કરી,

પણ હવે દિવસો ફરી ગયા,

કોરોનાનાં દિવસો ભરાઈ ગયા,

આપણે બધા હવે તરી ગયા.

બહુ કરી ભાઈ બહુ કરી,

કોરોનાની રસી આવી,

મ્હોં અને નાક ઢાંક્યા માસ્ક થકી,

સેનેટાઇઝરની બોટલો ઘણી ખાલી કરી,

વિતાવ્યા દિવસો ઘણા ગણી ગણી,

સ્કૂલ-કોલેજો હવે ફરી શરૂ કરી,

હવે ફરી ન આવે આવી મહામારી કોઈ,

એવી પ્રભુને અંત:કરણની પ્રાર્થના હરકોઇની કોટિ-કોટિ,

પ્રભુને કરેલી પ્રાર્થના, આપણા સૌની ફળી ખરી,

ચલો હવે છુટકારો થાશે કોરોનાથી, રસી થકી,

બહુ કરી ભાઈ ભારે કરી,

કોરોનાની રસી આવી…..

( કવિ : શ્રી શૈલેષ પટેલ, આર્ટિસ્ટ, વડોદરા )

TejGujarati