એક લાખ રૂપિયાની તકરાર 22 વર્ષ ચાલી આખરે લવાદ કમિટીએ સમાધાન કરાવ્યું.

ગુજરાત ટેક્નોલોજી ભારત મનોરંજન સમાચાર

વ્યાપારીઓની લવાદના નિરાકરણ માટે રચવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ને લીધે ૧૨ વેપારીઓનાા પૈસ ડૂબતા બચાવી શકાયા

મસ્કતી કાપડ મહાજનની લવાદ કમિટી દ્વારા વેપારીઓના લવાદની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારેજ એક ઐતિહાસિક ચુકાદામાં વેપારી અને દલાલ વચ્ચે રૂપિયા એક લાખના મુદ્દેે છેલ્લા બાવીસ વર્ષથી ચાલતી તકરારનું સમાધાન થયું છે. સાથેે સાથે એજન્ટટ અને વેપારી વચ્ચેનું મનદુઃખ પણ દૂર થયું છે. મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે સમગ્ર મુદ્દાની તપાસ કરી સમાધાન કરાવ્યું હતું. આ ઉપરાંત વ્યાપારીઓ સાથેે થતી ઠગાઈ નુ દુષણ દૂર કરવા માટે ખાસ રચવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ને કારણે જુદા જુદા 12 કેસમાં વેપારીઓના ફસાયેલા કરોડો રૂપિયાાાા પણ નીકળી હોવાનુ મહાજન જણાવી રહી છે.

લવાદ કમિટી દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે માહિતી આપતા મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યુંં હતું. કે ઘણા લાંબા સમયથી ચાલતા લવાદના નિરાકરણ માટે કમિટી સભ્યોની બેઠક શરૂ કરવામાં આવી છે.

જેમાં એક વેપારી દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી હતી. તેણે એજન્ટની મદદથી માલ વેચ્યો હતો તેના રૂપિયા એક લાખ છેલ્લા ૨૨ વર્ષથી આવ્યા નથી. વારંવાર ઉઘરાણી કરવા છતાં એજન્ટ દ્વારા કોઈ સંતોષકારક જવાબ મળતો નથી.આ તકરાર છેલ્લા ૨૨ વર્ષથી ચાલી રહી છે જેનો નિરાકરણ આવે તે જરૂરી છે.

લવાદ સમિતિ દ્વારા સંપૂર્ણ ઘટનાની તપાસ કરતા વેપારી અને એજન્ટ બંને નિર્દોષ હોય પરંતુ એજન્ટોને પણ આગળ થી પૈસા નહીં મળ્યા હોવાથી તેેેેેે વેપારીને ચૂકવી શકતો ન હોવાનું જાણી શકાયું હતું. લવાદ કમિટી તેની ચર્ચાઓ સાંભળ્યા બાદ આખરે પ્રમુખને તેનો યોગ્ય નિરાકરણ કાઢવાની રજૂઆત કરી હતી. પ્રમુુુખ ગૌરાંગ ભગતે બંને પક્ષે રજૂઆતોો સાંભળી યોગ્ય નિરાકરણ આવતા બંને પક્ષે તે માન્ય રાખ્યું હતું. આ તકરારના સમાધાનથી વ્યાપારી અને એજન્ટ વચ્ચે ચાલતું મનદુઃખ દૂર થયું હતું અને તેમની વચ્ચે પણ સમાધાન થયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે વેપારીઓ સાથે થતી ઠગાઈનું દુષણ અટકાવવા માટે વેપારીઓની રજૂઆતને પગલે સરકારે ખાસ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. આ ટીમની મદદથી લેભાગુ વેપારીઓ અને એજન્ટોની કારીગરી લગભગ બંધ થઇ ગઇ છે. મસ્કતી કાપડ મહાજનના હોદ્દેદારોના જણાવ્યા મુજબ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના થયા બાદ ગણતરીના દિવસોમાં જ વેપારીઓ સાથે ઠગાઈ કરવાના જુદાજુદા 12 કેસમાં વેપારીઓના ફસાયેલા કરોડો રૂપિયા પરત આવી ગયા છે સાથે સાથે એ ભાગ વેપારીઓ હવે ઠગાઈ કરતા સો વખત વિચાર કરતા થઈ ગયા હોય તેઓ ઘાટ થયો છે.

TejGujarati