મેઘમાં. – © દેવેન ભટ્ટ.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

મેઘમાં

ચાલને ઉડવાં ગગનમાં, આ વરસતાં મેઘમાં,
વીજ ઝાલીને ઝળકવાં, આ ઝબકતાં મેઘમાં.

ધોરિયામાં ચાલને આજે જ જઇએ ભીંજવાં,
કૈં નથી કારણ, છતાં ચાલો અમસ્તાં મેઘમાં.

બાળકો તો આમ દોડે, તેમ દોડે મેઘમાં,
મોજ કરતાં ને લપસતાં ને સરકતાં મેઘમાં.

‘ચાતકું તરસે’, કહી પ્રેમી જનો પણ નાચતાં,
ભીતરી આનંદમાં સાથે હરખતાં મેઘમાં.

આજ વરસાદી સમો રંગીન લાગે મેઘમાં,
ઝાંઝવા હો કે સમંદર, છે તરસતાં મેઘમાં.

– © દેવેન ભટ્ટ (૦૮/૦૧/૨૦૨૧)

TejGujarati