રિસ્ક હૈ તો ઇશ્ક હૈ, તો રિસ્ક ક્યા ચીજ હૈ? – દેવલ શાસ્ત્રી.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

રિસ્ક હૈ તો ઇશ્ક હૈ, તો રિસ્ક ક્યા ચીજ હૈ?* ઝડપી બોલવાનું અને ફટાફટ નિર્ણય લેવો, એક સમયે મુકેશ અંબાણી કરતાં ઇન્કમટેક્સ વધુ ભરતો અને ક્રિકેટ માટે પાગલ….ઓળખાણ પડી? યસ, *_રિસ્ક હૈ તો ઇશ્ક હૈ_*…ફેમ ઓરિજિનલ હર્ષદભાઇ મહેતાજી… વડાપ્રધાનને લાંચ આપવાવાળો હર્ષદભાઇ એક સમયે મુંબઈ આવ્યો, ખીસ્સામાં ચાલીસ રુપિયા હતાં…. ત્રિશૂલના અમિતાભ જેમ, મેં પાંચ લાખ કા સૌદા કરને આયા હૂં, મેરી જેબમેં પાંચ ફૂટી કૌડી ભી નહીં હૈ…. યસ, હર્ષદભાઇ અત્યંત ધનિક બન્યા અને અમિતાભ ટોપસ્ટાર… સુખ હોવા છતાં શેરબજાર કે એબીસીએલનું જોખમ શું કામ લીધું હશે? પ્રશ્ન તો એ થાય કે બધું સુખ હોવા છતાં માણસ રિસ્ક શા માટે લે છે? સંશોધકો માને છે કે સુખી લોકો વધુ રિસ્ક લેતાં હોય છે. ઓશો કહેતાં કે મારી પાસે એવા લોકો એ જ આવવું જેને ચિંતાઓ ન હોય… મિન્સ સુખી જીવડા હોય…. એક રીતે જોઈએ તો સાચી જ વાત છે કે જે માણસ ટેન્શનમાં જીવતો હોય, મુશ્કેલીમાં ઘેરાયેલો હોય એ શું અધ્યાત્મ શોધવાનો? એને તો એવા ગુરુ જોઈએ છે કે સમોસા કે પકોડા ખવડાવી તકલીફો દૂર કરે… અબ કુછ સમજે? મિન્સ તમે હેપ્પી મૂડમાં હોવ, જીવનનું કોઈ સ્વપ્ન સાકાર થયું હોય, ગમતી વ્યક્તિના પ્રેમમાં ગબડ્યા હોય ત્યારે માણસ વધુ રિસ્ક લેતો હોય છે. ઘોડાની રેસ કે બિઝનેસ એક્સપાન્ડ કરવાનો નિર્ણય માટે હેપ્પી મૂડ જોઈએ. એક અભ્યાસ મુજબ, રિસ્ક માટે મૌસમ પણ કારણરૂપ હોય છે. ઉનાળામાં રિસ્ક વધુ લેતાં હોય છે, રિસ્ક લેવા માટે દિવસ લાંબો હોવો જોઈએ, અમારા એક સિનિયર જ્યોતિષ મિત્ર હમેશા કહેતા કે ઉત્તર તરફ બેસતા બિઝનેસમેન રિસ્કી નિર્ણય જલદી લેતા હોય છે…જ્યોતિષ જેવું જ જિન્સ મતલબ જનીનની કુંડળીના અભ્યાસુ માને છે. ડીઆરડી 4 નામનું જીન્સ રિસ્ક માટે ગરબડ કરે છે, ડીઆરડી 4 વધુ હોય તો સામાન્ય માણસ કરતાં રિસ્ક લેવાની આદત વધારે હોય છે, યુધિષ્ઠિરના જીન્સનો અભ્યાસ થયો હોત તો ડીઆરડી 4 વધારે મળ્યું હોત. અને હા, આપણા મગજમાં નિર્ણય લેતાં સેલ મિન્સ કોષોમાં 80% બધી વાતમાં હા કહેવાવાળા ઉત્સાહીઓ હોય છે અને 20% રોકવાવાળા, નકારાત્મકીયા કોષો… જેની દાદાગીરી વધારે હોય એવા આપણે થઈએ. યુવાનીમાં પોઝિટિવિયા 80% જોરમાં હોય, પણ ઉંમર વધતાં 20% દાદાગીરીના મૂડમાં આવતા જાય…. કેટલાક તો નાનપણથી જ ઘરડા, સોરી ઠાવકા હોય છે…કારણ સમજી ગયા? 20%ની દાદાગીરી…અને ઘણા મોટી ઉંમરે સુધરતા નથી….આપણે શેમાં છીએ….. વિદ્વાનોના મતે, જે મોડે સુધી જાગતાં હોય એ ય બધા રિસ્કી હોય છે… ફાઇનલી રિસ્ક એટલે શું? રિટર્ન ઓન ઈન્વેસ્ટમેન્ટની ભૂખ…. રિટર્નની ભૂખ વધે એટલે રિસ્ક શરૂ… એક વાત સમજ્યા? રિસ્ક ફેક્ટર આપણા હાથમાં નથી, રિસ્કની ભૂખ આપણા જિન્સ અને ભેજામાં વસેલી છે. ભલભલા લાઇફમાં મસ્ત સેટલ થયા પછી અફેર શું કામ કરે છે? એનું જનીન અને ઝમીર એક જ વાત કહે છે કે, *_રિસ્ક હૈ તો ઇશ્ક હે_*… લેખન અને સંકલન Deval Shastri?

TejGujarati