“શોક સંદેશ .સહયોગ સંદેશ”.

ગુજરાત સમાચાર

*”શોક સંદેશ ………..સહયોગ સંદેશ”*
*ચિ. મિહિરકુમાર પીયૂષભાઈ જોશી,*
*ગં.સ્વ.રિટાબહેન પીયૂષભાઈ જોશી,*
*આપ સૌ સ્વજનો.*
*આજે આપના પરિવારની વચ્ચે માનનીય આચાર્યશ્રી પીયૂષભાઈ જોશી હવે સદેહે રહ્યા નથી ત્યારે… આપના પરિવાર ઉપર જાણે કે દુઃખનું આભ ફાટ્યું છે.જીવન અને મૃત્યુ સર્વ હરિહરને આધીન છે તે કડવા અને સનાતન સત્યને આપણે સ્વીકાર્યા વિના ચાલે તેમ નથી.વાસ્તવમાં તો મૃત્યુ એ તો આત્માની પરમાત્મા પ્રત્યેના ગમન માર્ગનો એક પડાવ માત્ર જ છે.*
*જીવનસાથી વિનાના જીવનની કલ્પના કરવી પણ અસહ્ય છે.ત્યારે રિટાબહેન તેમના જીવનસાથી વિના પોતાના જીવનસાથીના સહવાસ અને સહયોગ વિના કેવી રીતે પુરી કરશે ? સાથે સાથે..એક પિતાની વડ સમાન છત્રછાયા વિના નાનકડા લાડીલા ચિ. મહિરની કારકિર્દીના, તેના જીવનના અરમાન,તેના કોડ,તેના સપના પુરા કરવા કોણ સમર્થ છે ? કોણ તેના માથે હાથ ફેરવીને લાડ લડાવશે? કોણ લાડીલા મિહિરના માથે હાથ ફેરવીને કહેશે કે;- “દિકરા ચિંતા ના કર હું તારી સાથે છું ને ?” તેવું કહેનાર સમર્પણ અને ત્યાગની મૂર્તિસમાન પિતાની છત્રછાયા આજે મિહિરે ગુમાવી છે.*
*ત્યારે ..સમસ્ત બ્રહ્મસમાજની ફરજના,કર્તવ્યના એક ભાગ રૂપે જ, માત્ર દયાના ભાવથી નહીં કે દાનના અહમ ભાવથી પણ નહીં. પરંતુ સમગ્ર બ્રહ્મસમાજની નૈતિકતાના-સામાજીકતાના એક ભાગ રૂપે-પરસ્પર સહયોગના લાગણીભીના સંબંધોના નિર્વાહનના એક ભાગરૂપે સમગ્ર બ્રહ્મસમાજ આપના પરિવારની સાથે હતો, છે અને રહેશે તેનો એક આ સાધારણ પ્રયાસ માત્ર કરી આપણી બ્રહ્મત્વની પરિવાર ઉપર આવી પડેલી મુશ્કેલીમાં માત્ર અંજલિ સ્વરૂપે સમસ્ત બ્રહ્મસમાજ વતી સહયોગ સ્વીકારવા વિનંતી છે.*
*અંતમાં સ્વ.પીયૂષભાઈના આત્માને પરમકૃપાળુ સાંભસદાશિવ તેમને મોક્ષ આપે તેવી પ્રાર્થના સહ ૐ શાંતિ : શાંતિ : શાંતિ :*
*અમો આપની દુઃખદ ક્ષણોમાં હમ્મેશ સાથે જ રહીશું.*
*સમસ્ત બ્રહ્મસેના ગુજરાત સહયોગી પરિવાર*
? *હર હર મહાદેવ જય પરશુરામ જય ભૂદેવ* ?

TejGujarati
 • 9
 •  
 •  
 •  
 •  
 •  
  9
  Shares
 • 9
  Shares