કોરોનાની રસી આપવામાં વ્યાપારીઓને અગ્રીમતા આપો: વ્યાપારી સંગઠનો કોરોના વોરિયર્સની માફક વેપારીઓએ પણ કપરા સમયમાં સમાજની સેવા કરી છે

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

કોરોનાને કારણે અમદાવાદ અને ભારત દેશ સહિત દુનિયાભરમાં વ્યાપાર ધંધા ઠપ થઈ ગયા છે. હવે જ્યારે કોરોનાની રસી આપવાની કવાયત શરૂ થઇ ગઇ છે ત્યારે સરકાર દ્વારા કોરોના વોરિયર્સ એટલે કે ડોક્ટર મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ પોલીસ કર્મચારીઓ સરકારી કર્મચારીઓ આરોગ્ય વિભાગના કર્મચારીઓ મેડિકલ સાથે સંકળાયેલા લોકોને અગ્રીમતા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલ્ફેર ફેડરેશન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે આ રસીકરણના કાર્યક્રમમાં વ્યાપારીઓને પણ અગ્રીમતા આપવી અનિવાર્ય છે. કપરા સમયમાં વેપારીઓએ પણ પોતાના જીવના જોખમે કામ ધંધા અને દુકાનો ચાલુ રાખી સમાજની સેવા કરી છે માટે તેમને કોરોના વોરિયર ગણી રસી આપવામાં અગ્રીમતા આપવી અનિવાર્ય છે.

ફેડરેશનના હોદ્દેદારોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી ને પત્ર લખીને જણાવ્યું છે કે જ્યારે ત્રણ મહિના સુધી લોકડાઉન હતું ત્યારે તમામ બજાર બંધ હતા. તે સમયે પણ જીવન જરૂરિયાતની વસ્તુઓનો વ્યાપાર કરતાં વેપારીઓએ જીવનું જોખમ લઈ પોતાની દુકાનો અને પેઢીઓ ખુલ્લી રાખી હતી. જેમાં ઘણા વેપારીઓ કોરોના સંક્રમિત પણ થયા હતા.

સરકારની મંજૂરી બાદ ધીરે ધીરે બજારો ખુલવા લાગ્યા ત્યારે પણ વેપારીઓએ સમાજને ઉપયોગી વસ્તુઓ માટે પોતાની દુકાનો ખુલ્લી રાખી હતી માટે જ વેપારીઓને પણ અન્ય કોરોના વોરિયર્સ માફક કોરોના વોરિયર્સ ગણવા જોઈએ. અને જે રીતે કોરોના વોરિયરને રસી આપવામાં અગ્રીમતા અપાઈ રહી છે તેમ વેપારીઓને પણ અગ્રીમતા આપવી જોઈએ, હવે જોવાનું એ રહ્યું કે સરકાર આ મુદ્દે નિર્ણય લે છે

TejGujarati