૧૪ માં મહંત જયરામગિરિ બાપુની ચાદરવિધિ થશે બ્રહ્મલીન મહંત બળદેવગિરિ બાપુનો ૯મીએ ષોડશી ભંડારો સમાધિ પૂજન – રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી સંતો, મહંતો ઉપસ્થિત રહેશે. તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો.

Bride કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

તરભ વાળીનાથ મહાદેવના દિવ્ય દરબારમાં પોડશી ભંડારો તેમજ ૧૪મા મહંત જયરામગિરિ બાપુની ચાદરવિધિ ભારત ભરના અખાડાના સંતો, મહંતોની હાજરીમાં ૯મીને શનિવારના રોજ કરવામાં આવશે. વાળીનાથ અખાડામાં ૯૦૦ વર્ષ પહેલાં પરંપરા વિરમગિરિબાપુ પધાર્યા હતા તેમના પછી મહંતો થયા. જેમાં ૧૩મા મહંત તરીકે પુજ્ય બહ્મલીન બળદેવગિરિબાપુના ગુરુ સૂરજગિરિ મહારાજે પાકિસ્તાનના બલૂચિસ્તાનની યાત્રા કરેલી. જેમાં હિંગળાજ માતાની ઉપાસના કરી ત્યાંથી જ્યોત વાળીનાથ મંદિરે લાવ્યા હતા. તેમની પૂજા બહ્મલીન બળદેવગિરિ મહારાજ કરતા હતા જે તેમના સેવાપૂજાના કક્ષમાં રાખી હતી. તેમનું સ્વપ્ન હતું કે નવીન શિવધામ નિર્માણ પામી રહેલ છે જે શિવધામમાં હિંગળાજ માતાની મૂર્તિ સ્વરૂપે પ્રતિષ્ઠા કરી ભારત અને ગુજરાતમાં વસતા અન્ય સમાજના કુળદેવી તરીકે દર્શનનો લાભ થાય તેવો મહંત બળદેવગિરિબાપુની ઇચ્છા હતી. જે હવે મૂર્તિ સ્વરૂપે પ્રતિષ્ઠા પુજય જયરામગિરિબાપુના સાનિધ્યમાં મૂર્તિ, શિવલિંગ અને ગુરુ દત્તાત્રેય ભગવાનની સ્થાપના ભક્તો અને સેવકો દ્વારા કરવામાં આવશે.

મહંત જયરામગિરિ બાપુ વાળીનાથ અખાડામાં બહ્મલીન બળદેવગિરિ બાપુની પાસે પાંચ વર્ષની નાની ઉંમરે આવ્યા હતા. તેમના પરિવારે વાળીનાથ ભગવાનની સેવામાં, ધર્મકાર્ય અને અખાડાની સેવામાં તેમના માતા પિતાએ સેવા ભારતની સંન્યાસી પરંપરા પુજ્ય વિરમગિરિબાપુના સ્થાપિત વાળીનાથના અખાડામાં મહંત બ્રહ્મલીન વિભૂતિ જેમને સમાજ સેવાઓ આપી છે. તે જ મહંત જયરામગિરિબાપુને બ્રહ્મલીન પરમ પૂજ્ય ગુરુ બળદેવગિરિ મહારાજના ચરણોમાં ગુરુજીએ નાની ઉંમરે સંન્યાસ આપી ધર્મની સેવા અર્થે ધર્મનું જ્ઞાન વૈદિક સંસ્કૃતિના પ્રચાર અર્થે પુજય મહંત હાલમાં ગાદી પર આવનાર જયરામગિરિ બાપુને ઋષિકેશ, ઉત્તરાખંડ, કૈલાશ વિદ્યાપીઠ જે ભારતનો સંન્યાસીઓને વૈદિક સંસ્કૃતિના પ્રચાર અર્થે બહ્મવિદ્યા તેમજ વેદાંત અભ્યાસ સંસ્કૃતમાં કરાવે છે તે વિદ્યાપીઠમાં જયરામગિરિ બાપુ વિદ્યાભ્યાસ માટે ગયા હતા. ત્યાથી અભ્યાસ કર્યા બાદ મહંત જયરામગિરિબાપુ કાશીમાં, વૃંદાવનમાં ભાગવત્ અભ્યાસ કરી મૂળ સ્થાન વાળીનાથ મંદિરે ૧૪મા મહંત તરીકે ભારતીય સંસ્કૃતિના ધર્મ પ્રચાર તેમજ સમાજના શિક્ષણ, આરોગ્ય સેવા, અન્ન ક્ષેત્ર, જીવદયા, ગૌસેવા તેવા લોકઉપયોગી કાર્યો આગળ ધપાવશે અને શિવધામની વાળીનાથ મહાદેવના નિર્માણની કાર્યવાહી આગળ ધપાવશે.

વાળીનાથ અખાડા મંદિરમાં સ્વયંભૂ શિવ મંદિરમાં ગણપતિ અને ચામુંડાની મૂર્તિ ખોદકામમાં નીકળી હતી જેની મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી. જેમાં વિરમગિરિબાપુનો ધૂણો રાયણના ઝાડ નીચે અખંડ ચાલી રહ્યો છે. શનિવારે સવારે જયરામગિરિ બાપુ તેમજ સમસ્ત સાધુ-સંતોની હાજરીમાં બહ્મલીન – બળદેવગિરિ મહારાજની સમાધીનું – પુજન કરવામાં આવશે. ત્યારબાદી – સંત સંમેલન યોજાશે. જેમાં = રાજકીય આગેવાન, સામાજિક – આગેવાનના ઉદ્દબોધન થશે. . શનિવારે ૧૧.૦૦ વાગે મહંત જયરામગિરિની ચાદર વિધિ – ભારતભરના સંતોની હાજરીમાં કરવામાં આવશે. જેમાં હરીદ્વાર, કાશી, ઋષિકેશ, વૃંદાવન, ગુજરાત, રાજસ્થાનના તમામ મહંતો હાજર રહેશે.

કોપી રાઈટ રિઝર્વ.

TejGujarati