*કોણાર્ક કોર્પ્સ દ્વારા આર્મી દિવસ નિમિત્તે ‘વિજય દોડ’ મેરેથોનનું કરાશે આયોજન*

ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

અમદાવાદ: કોણાર્ક કોર્પ્સ દ્વારા 15 જાન્યુઆરી 2021ના રોજ 73મા આર્મી દિવસ નિમિત્તે અને 1971માં થયેલા ભારત- પાકિસ્તાન યુદ્ધમાં ભારતના વિજયની સ્વર્ણિમ જયંતિના ભાગરૂપે ‘વિજય દોડ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાશે અને અન્ય સ્ટેશનો તેમજ કોણાર્ક કોર્પ્સના સ્થળોએ પણ આવા જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

કોણાર્ક કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટેનન્ટ જનરલ અનિલ પૂરી, સેના મેડલ, વિશિષ્ટ સેવા મેડલએ આ મેરેથોનના માધ્યમથી 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં ભારતીય સૈન્યની અજોડ સિદ્ધિના સંદર્ભમાં વ્યાપક જનસમુદાયમાં જાગૃતિ ફેલાવવાનું અને રાષ્ટ્ર માટે કોણાર્ક કોર્પ્સની અવિરત સેવાનો પુનરુચ્ચાર કરવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. નાગરિક સમાજ, અર્ધ લશ્કરી દળો અને ત્રણેય સેવાના કોણાર્ક કોર્પ્સ જવાનો આ હાફ મેરેથોન (21 કિલોમીટર)માં જોડાશે જે તમામ વર્ગો માટે ખુલ્લી રાખવામાં આવી છે.

વર્ચ્યુઅલ મેરેથોનનું આયોજન કરવામાં આવશે અને સંખ્યાબંધ ઉત્સાહિત લોકોએ આ માટેની નોંધણી LS સ્પોર્ટ્સની વેબસાઇટ: /lssports.in દ્વારા તેમજ ગૂગલ એપ સ્ટોર પર ઉપલબ્ધ LS સ્પોર્ટ્સ એપ્લિકેશન દ્વારા કરાવી છે.

આ કાર્યક્રમમાં સામાવેલી અન્ય બે શ્રેણી રૂપે હાફ મેરેથોન ઇન્ટર બટાલિયન સ્પર્ધા અને મહિલાઓ તેમજ બાળકો માટે 10 કિલોમીટરની દોડની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

TejGujarati