શુ તમારા ઘરમાં સૂર્યપ્રકાશ નથી આવતો? તો થઈ શકે છે મોટું નુકસાન. – દીક્ષા એચ વ્યાસ

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

સૂર્યપ્રકાશનું આપણા જીવનમાં ખુબ મહત્વ છે. આપણું ઘર હોય કે પછી આપણું શરીર તેને યોગ્ય પ્રમાણમાં સૂર્યપ્રકાશની જરૂર પડે છે. જે ઘરમાં સૂર્યપ્રકાશ ન આવતો હોય ત્યાં પોઝિટીવીટી હોતી નથી અને નેગેટિવીટી તેમજ કેટલાક પ્રકારના જમ્સ તમારા ઘરમાં ઘર કરી જાય છે અને પરિણામે ઘરમાં બીમારોઓ આવતી રહે છે. માટે તમારા ઘરમાં મોટાભાગની જગ્યાએ સૂર્યપ્રકાશ આવે તે વાતનું ચોક્કસપણે ધ્યાન રાખવું જોઈએ.

અમુક જીવાણુઓ આપણા ઘરમાં એવા હોય છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી પરંતુ તે ઘરમાં હોય છે અને ઘરના લોકોના સ્વાસ્થ્ય પર સીધી જ અસર કરે છે. એટલા માટે જ જો સૂર્યપ્રકાશ તમારા ઘરમાં આવતો હોય તો નાની જીવાત મૃત્યુ પામે છે અને પરિણામે ઘરના લોકોનું સ્વાસ્થ્ય સારુ રહે છે.
ઉનાળાના તડકાવાળા, શુષ્ક વાતાવરણવાળા દિવસોમાં ઘરમાં તડકો-પ્રકાશ ન આવે તેવું આપણે ઈચ્છીએ છીએ. કેમકે સૂર્યના કિરણોની પ્રખરતા અને તાપમાનથી ગરમી, પરસેવાથી તકલીફ અનુભવીએ છીએ. પંખા, એરકૂલર કે એરકન્ડીશનર મશીનની મદદથી રૂમનું તાપમાન નીચે લાવ્યા બાદ રાહત રહે છે. પરંતુ સવારના સમયે સૂર્યનું બળ ઓછું હોય, તડકો કૂણો હોય તેવા સમયગાળા દરમ્યાન પડદા હટાવી, બારી બારણા ખોલી ઘરમાં પ્રકાશ અને હવા પ્રવેશે તે જરૂરી છે.

સૂર્યના કિરણો ઘરમાં આવે તે ખૂબ જરૂરી છે કારણ કે સૂર્યકિરણોની અસરથી સૂક્ષ્માતિસૂક્ષ્મ બેક્ટેરિયા, ફુગ અન્ય જીવાંતનો નાશ થાય છે. રોજબરોજના વપરાશમાં આવતા ગાદલા, તકિયા, ઓશિકા, ખુરશી-સોફાના કુશન ઉપરાંત ઘરનાં છુપા-અંધારિયા ખૂણે જમા થતી ધૂળ, રજકણમાં બેક્ટેરિયા, ફુગ, અન્ય જીવાંત પેદા થવાની શક્યતા રહે છે. જે માત્ર ધૂળ લૂછવાથી કે ઝાપટવાથી દૂર થતી નથી. પરંતુ જ્યારે સૂર્યપ્રકાશ તેના પર પડે છે ત્યારે આપોઆપ તેનો નાશ થાય છે.

સૂર્યકિરણો ચામડી પર પડે છે ત્યારે કોલેસ્ટેરોલ સાથે મળી Vitamin D3 બનાવી હાડકાનાં પોષણ માટે જરૂરી Vitamin D બનાવે છે. યોગ્ય પ્રમાણમાં અને ઓછી તીવ્રતાવાળા સૂર્યકિરણો સોરાયસિસ, ખરજવું, ફંગલ ઈન્ફેકશન જેવા ચામડીના રોગમાં ફાયદાકારક સાબિત થાય છે. સૂર્યકિરણોથી લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે અને લોહીની નળીઓની સફાઈ અને સ્થિતિસ્થાપકતા જળવાય છે.

TejGujarati
 • 5
 •  
 •  
 •  
 •  
 •  
  5
  Shares
 • 5
  Shares