*થેલેસેમિયા નો દર્દી યુવા બાળ કલાકાર અસ્ત, પરંતુ તેની ચિત્રકલા અમર*

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

ભાવનગર કલા અને સંસ્કૃતિની નગરીમાં એક યુવા બાળ કલાકાર *સ્વીજલ પ્રબતાણી* કે જે થેલેસેમિયા મેજર નો દર્દી હતો પરંતુ ચિત્ર કલા પ્રત્યે તેનો લગાવ અને તેનું યોગદાન અદ્ભૂત હતુ. આ કલાકારનુ આજે અકાળે અવસાન થતા આ કલાજગતને મોટી ખોટ પડી છે. સ્વીજલ ચિત્રકલાનો પોટ્રેટ ક્ષેત્રનો ખૂબ સારો કલાકાર હતો. તેણે ભાવનગરમાં તથા ગુજરાત કક્ષાએ અનેક ચિત્ર સ્પર્ધામાં મેડલો પ્રાપ્ત કર્યા છે તેમજ વોલ પેઈન્ટિંગથી લઈ અને તમામ ચિત્રકલાની પ્રવૃત્તિમાં ઉત્સાહભેર ભાગ લીધો છે તેને રાષ્ટ્રીય કક્ષાના બે એવોર્ડ પણ પ્રાપ્ત થયેલા છે.
સ્વીજલ છેલ્લા ઘણા સમયથી ભાવનગરની કલાપ્રસાર માટેની ભાવનગર કલા સંઘ માં જોડાયેલો હતો. તેમજ ભાવનગર કલાસંઘ પણ આ બાળ કલાકાર ના ચિત્ર અને ચિત્રકલાના કાર્યને સન્માનની સ્ટેજ પૂરું પાડતા હતા. સ્વીજલ ભાવનગરની ક્ષિતિજ આર્ટ નામની સંસ્થામાં પણ ટ્યુટર તરીકે કામ કરતો હતો. ભાવનગર કલાસંઘ હંમેશા તેને આશ્વાસન પૂરું પાડી ચિત્રકલામાં શિરમોર બને તે માટે પ્રયત્ન કર્યો છે. ભાવનગર કલા સંઘ આપ સૌને અપીલ કરે છે કે જો કોઈ થેલેસેમિયા ધરાવતા હોય તો તેને સમર્થન આપી આગળ વધારવા યોગદાન આપવુ. આ *બાળ-યુવાન ચિત્રકાર લાડલો સ્વીજલ પ્રબતાણીનુ* બીમારી બાદ અકાળે અવસાન થતા ભાવનગર કલા સંઘ અને સમગ્ર ચિત્ર કલા જગત ઘેરા દુઃખની લાગણી અનુભવે છે. ભગવાન તેમના આત્માને ચિર શાંતિ અર્પે અને તેમના પરિવાર પર આવેલ આફત સહન કરવાની શક્તિ આપે તેવી
સ્વીજલના કલાના યોગદાનને ભાવનગર હંમેશા યાદ કરશે.

??????????

TejGujarati