મોટો ફેરફારઃ ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો, હેતુલક્ષી પ્રશ્નો પર ઘટાડ્યા.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

ગાંધીનગર,02 જાન્યુઆરીઃ કોરોના મહામારીના કારણે શાળાઓ શરૂ થઈ નથી. બાળકોનું ભવિષ્ય ના જોખમાય તેના કારણે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ધોરણ 9થી 12ના અભ્યાસ ક્રમમાં 30 ટકા ઘટાડો કર્યો છે. આ ઉપરાંત પરિક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કર્યો છે. જે મુજબ ધોરણ 9, 10, 11 અને 12 સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20 ટકાની જગ્યાએ 30 ટકા કર્યુ છે.

જ્યારે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં અગાઉની જેમાં 50 ટકા એમસીક્યુ અને 50 ટકા વિસ્તૃતત પ્રકારના પ્રશ્નો રહેશે. ધોરણ 9થી 12માં જે 30 ટકા અભ્યાસક્રમ ઘટાડાનો નિર્ણય કરાયો છે. તે કોરોનાની મહામારીના કારણે છે અને એક વર્ષ સુધી જ આ નિયમ લાગુ પડશે.

TejGujarati