*ગાંધીનગર : રેરાના નિયમોના ભંગ બદલ બિલ્ડરને ફટકારાયો ગુજરાતનાં ઇતિહાસમાં સૌથી મોટો દંડ*

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી, ગાંધીનગર (રેરા) દ્વારા રજીસ્ટ્રેશન નિયમોના ભંગ બદલ મુંબઇના બિલ્ડર સિદ્ધી વિનાયક એન્ટરપ્રાઇઝને અત્યાર સુધીનો સૌથી વધારે 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જે ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી મોટો દંડ ફટકારાયો છે. આ અંગે રિયલ એસ્ટેટ લોબીનું માનવું છે કે આ દંડ ખુબ જ મોટો અને કઠોર છે. જો કે ગ્રાહકો સંદર્ભે ઘણે સારો છે. જેનાથી બિલ્ડર્સ નોંધાયેલા ન હોય તેવા પ્રોજેક્ટનું વેચાણ કરતા અટકશે.

મુંબઇના પ્રમોટર સિદ્ધી વિનાયક એન્ટરપ્રાઇઝ દ્વારા વિન્ડવોર્ડ બિઝનેસ પાર્ક નામના બાંધકામના પ્રોજેક્ટનાં રજિસ્ટ્રેશનમાટે 31 જુલાઇ 2017ના રોજ ઓનલાઇન અરજી કરી હતી. જો કે 6 સપ્ટેમ્બર, 2018ના રોજ અરજી નામંજૂર કરવામાં આવ્યા બાદ તેઓએ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરી નહોતી. પ્રમોટરે રેરા પ્રોજેક્ટ એપ્લિકેશન ફોર્મમાં પ્રોજેક્ટ સ્ટેટસ તરીકે ઓન ગોઇંગ દશર્વિીને અરજી કરી હતી. જેમાં કુલ 16 પ્લોટ દશર્વ્યિા હતા. પ્રોજેક્ટની કિંમત 174 કરોડ ગણાવી હતી.

રેરા કાયદાની કમલ (3) 1ની જોગવાઇ અનુસાર રેરામાં રજીસ્ટ્રેશન કરાવ્યા વિના તેના પ્રોજેક્ટનું વેચાણ, માર્કેટિંગ, જાહેરખબર અને બુકિંગ શરૂ કરી શકાતું નથી. તેમ છતા રેરામાં રજીસ્ટ્રેશન કરાવ્યા વિના 1 મે, 2017 પછી કલમ (3) 1 નો ભંગ કરીને ફ્લેટ એપાર્ટમેન્ટનાં વેચાણ કર્યું હતું. જેથી ઓથોરિટી દ્વારા સુઓમોટો દાખલ કરીને પ્રમોટર પોતે ઓથોરિટી સમક્ષ હાજર રહીને રેરા કાયદાની જોગવાઇના ભંગ બદલ તેમને શા માટે દંડ કરવો તે બાબતે ખુલાસો રજૂ કરવા માટે જણાવાયું હતું. 25 નવેમ્બર, 2020ના રોજ રેરા ઓથોરીટી સમક્ષ પ્રમોટર ઓનલાઇન વીડિયો કોન્ફરન્સિંગ મારફતે હાજર રહેવા ઇ-મેઇલથી જાણ કરાઇ હતી.

TejGujarati