#2020 *સુમસામ ભાસતા ચર્ચના કેમ્પસ બહાર ફૂલોનું વેચાણ કરતી મહિલાઓની કફોડી સ્થિતિ. – સિદ્ધાંત મહંત.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

દર નવા વર્ષે ચર્ચ પાસે ભારે ચહલ હોઈ છે. પણ આ વર્ષે મહામારીના કારણે ક્રિસમસ પર્વ અને નવા વર્ષની ધમાકેદાર ઉજવણી ઉપર રોક છે ત્યારે અમદાવાદ જમાલપુર ખાતે રહેતી બે મહિલાઓ ત્યાંથી ફુલ લઈને નડિયાદ આવે છે. અને અહીંયા ધામા નાખી ગુલાબ, મોગરાનાં ફુલનું વેચાણ કરે છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ બન્ને મહિલાઓ ક્રિસમસ પર્વ અને નવા વર્ષના દિવસે અહીંયા આવે છે દર વર્ષે નડિયાદ મેથોડિસ્ટ ચર્ચ પાસે આવી ફૂલોનું વેચાણ કરે છે. જોકે આ વખતે ફુલોનું વેચાણ ખુબજ ઓછું થતાં સ્થિતિ કફોડી બની ચૂકી છે અને નવા વર્ષે જ ખોટ ખાવાનો વારો આવ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. -સિધ્ધાંત મહંત જર્નાલિસ્ટ નડિયાદ-ખેડા 9998527193 [email protected]

TejGujarati