પ્રખર જીવદયા પ્રેમી, ગૌરક્ષક રાજપુર ડીસા પાંજરાપોળનાં સ્વ. શ્રી ભરતભાઈ કોઠારી ઓનલાઈન ગુણાનુવાદ સભા તા.૩૧ ને ગુરુવારના રોજ યોજાશે.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

આણંદજી કલ્યાણજી પેઢી અને જૈન સમાજ, જીવદયા સંસ્થાઓનું સહીયારું અયોજન

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી.

અહિંસાના દિવંગત યોધ્ધા શ્રી ભરતભાઈ ડીસાવાળાની ગુણાવાનુવાદ સભાનું આયોજન કરાયું છે. ”દેખો દેખો કોન આયા હૈ, જીવદયા કા શેર આયા હૈ” તેવા નારાઓ જેમની અંતિમયાત્રામાં હજારો માણસોના મુખમાં સહજ ભાવે ગુંજયા હતા તેવા જીવદયાપ્રેમી શ્રી ભરતભાઈ ડીસાવાળાની ઓનલાઈન ગુણાનુવાદ સભા ઝુમ મીટીંગમાં જોડાવા માટે ભાવભર્યું નિમંત્રણ શેઠ આણંદજી કલ્યાણજી પેઢી, જૈન સમાજ, જીવદયા સંસ્થાઓએ પાઠવ્યું છે.જીવદયાના ક્ષેત્રમાં હિમ્મત અને ઝીંદાદીલથી સમગ્ર જીવનભર એક સાચા સૈનિક તરીકે કાર્ય કરનાર, લાખો પશુઓના તારણહાર એવા શ્રી ભરતભાઈ ડીસાવાળા અને તેમના ડાબા અને જમણા હાથ સમા બે કલ્યાણમિત્રો શ્રી વિમલભાઈ કેવલચંદ બોથરા અને શ્રી રાકેશભાઈ ધારીવાલ એક અબોલ પ્રાણીને બચાવવા જતા એકિસડેન્ટમાં આકસ્મિક અવસાન પામીને અરિહંત શરણ પામેલ છે. તેઓની ગુણાનુવાદ સભા માગસર વદ ૧, ગુરૂવાર, તા. ૩૧/૧ર/ર૦ર૦ ના રાત્રે ૯–૦૦ થી ૧૦–૩૦ કલાકે, મીટીંગમાં જોડાવા માટેની લીક Join Zoom Meeting, https://zoom.us/j/3324467526?pwd=amM5QUgxbGFaTJ4QTJZM25OZGNCUT09

આ સભાના આયોજક શેઠ આણંદજી કલ્યાણજી પેઢી, રાષ્ટ્રીય કામધેનુ આયોગ (ભારત સરકાર), શ્રી મુંબઈ જૈન સંઘ સગઠન, સમસ્ત જૈન મૂર્તિપૂજક તપાગચ્છ મહાસંઘ (અમદાવાદ), શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક યુગક મહાસંઘ (વડોદરા), શ્રી સમસ્ત સુરત જૈન સંઘ, શ્રી વર્ધમાન સેવા કેન્દ્ર, શ્રી વર્ધમાન સંસ્કાર ધામ, શ્રી વર્ધમાન પરીવાર, શ્રી સમસ્ત મહાજન, શ્રી અહિંસા સંઘ, શ્રી પુષ્પ મંગલ પરીવાર, શ્રી આઈએપીએફ, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન (રાજકોટ), શ્રી ડીસા પાંજરાપોળ સહિતની સંસ્થાઓએ સંયુકત રીતે કર્યું છે.

અહિંસાના દિવગંત યોધ્ધા શ્રી ભરતભાઈ ડીસાવાળાની ગુણાનુવાદ સભામાં પ.પૂ. ગુરૂદેવોના આશીર્વચન અને સ્મરણંજલિ, પ.પૂ. આ.ભ.શ્રી રાજહંસસૂરીશ્વરજી મહારાજ, પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી નયપહ્મસાગરજી મહારાજ સાહેબ,પ.પૂ.નમ્રમુની મહારાજ સાહેબ,પ.પૂ.શ્રી વિનમ્રસાગરજી મહારાજ સાહેબ વકતવ્ય આપશે. આ ઉપરાંત શેઠશ્રી સંવેગભાઈ લાલભાઈ ( શેઠ આણંદજી કલ્યાણજી પેઢી), કુમારપાળભાઈ વીમલભાઈ શાહ (વર્ધમાન સેવા કેન્દ્ર), મંગલ પ્રભાતજી લોઢા (લોકલાડીલા વિધાનસભ્ય), વલ્લભભાઈ કથીરિયા (શ્રી રાષ્ટ્રીય કામધેનુ આયોગ, ભારત સરકાર), વિરેન્દ્રભાઈ પોપટલાલ શાહ (શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન),ગઠન), શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ મહાસંઘ (અમદાવાદ), ડો. સંજયભાઈ (શ્રી સમસ્ત સુરત જૈન સંઘ), હિતેશભાઈ (વડોદરા, શ્રી જૈન શ્વે.મૂ.પૂ.યુવક મહાસંઘ), યોગેશભાઈ મ. શાહ (શ્રી વર્ધમાન પરીવાર), અતુલભાઈ વ્રજલાલ શાહ (શ્રી વર્ધમાન પરીવાર), ગીરીશભાઈ જયંતીલાલ શાહ (સમસ્ત મહાજન), કમલેશભાઈ (આઈએપીએફ), રાકેશભાઈ (ધ્યાન ફાઉન્ડેશન), પ્રકાશભાઈ (શ્રીવડોદરા સમસ્ત જૈન સંઘ), મિતલભાઈ ખેતાણી (કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન, રાજકોટ), તરૂણભાઈ શેઠ (શ્રી ડીસા પાંજરાપોળ, તંત્રીશ્રી રખેવાળ) સહિતનાઓ પોતાનો અંતરનો ભાવ વ્યકત કરશે.

TejGujarati