 કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન દ્રારા ગૌશાળા–પાંજરાપોળોનાં સંચાલકોની એક મીટીંગ તા.૧ જાન્યુઆરીને, શુકવારના રોજ યોજાશે.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન દ્રારા ગૌશાળા–પાંજરાપોળોનાં સંચાલકોની એક મીટીંગ તા.૧ જાન્યુઆરીને, શુકવારના રોજ યોજાશે. કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન દ્રારા ગૌશાળા–પાંજરાપોળોનાં સંચાલકોની મીટીંગ તા.૧ જાન્યુઆરીને, શુકવારના રોજ સાંજે પ–૩૦ કલાકે શ્રી ગૌસેવા સમાજ, બટુક બાપાની ગૌશાળા, જીવંતીકાનગર ૧/૪ નો ખૂણો, ગાંધીગ્રામ, રૈયા રોડ, રાજકોટ ખાતે યોજાશે. આ મીટીંગમાં ગૌશાળા, પાંજરાપોળની આંતર માળખાકીય સુવિધાઓનાં વિકાસ, ડીજીટલ મીડીયા અંગે તેમજ અન્ય વિષયો ઉપર વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે. આ મીટીંગમાં ગૌશાળા, પાંજરાપોળના સંચાલકોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ એનીમલ હેલ્પલાઈન પરીવારનાં મિતલ ખેતાણી, પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, વિષ્ણુભાઈ ભરાડ, રજનીભાઈ પટેલ દ્રારા આપવામાં આવ્યું છે. આ અંગેની વિશેષ માહિતી માટે મો.નં. ૯૮રપ૦ ૭૭૩૦૬ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

TejGujarati