ભાજપમાંથી મનસુખ વસાવાએ આપ્યું રાજીનામુ. ગુજરાતનાં રાજકારણનાં મોટા સમાચાર. ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ આપ્યું રાજીનામુ.

ગુજરાત ભારત સમાચાર

બિગ બ્રેકિંગ ન્યૂજ઼:

ભરૂચનાં ભાજપ સાંસદ મનસુખ વસાવાએ રાજીનામુ આપતા ચકચાર

ભાજપે મને ઘણુ આપ્યુ છે, કેન્દ્રીય નેતાગીરીનો હું આભાર માનું છું.-સાંસદ

મારી ભૂલના કારણે પક્ષને નુકસાન પહોચે એ કારણોસર હું પક્ષમાંથી રાજીનામું આપુ છું.

બજેટ સત્ર દરમિયાન લોકસભા સભ્ય પદેથી પણ લોકસભા સ્પીકરને રૂબરૂ મળી રાજુનામુ આપીશ.

ઈકો સેન્સીટીવ ઝોન આ મુદ્દે તેમની નારાજગી

મનસુખ વસાવાને મનાવી લેવાના થયેલા પ્રયાસો
પ્રદેશ પ્રમુખે મુખ્ય મંત્રી સાથે પણ આ મુદ્દે કરી વાત

રાજપીપળા તા29

ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દેતા ગુજરાત ભાજપા મા ખળભળાટ મચી ગયો છે મોટા ગજા નાં અને 6 ટર્મથી સતત ભરુચ ની બેઠક પરથી સાંસદ તરીકે જીતતા આવેલા એવા સિનિયર નેતા નેભાજપ સાંસદ મનસુખ વસાવાએઅચાનક પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પત્ર લખી રાજીનામું આજેઆપ્યુ હતુ.આ પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ભાજપ વર્તુળમાં સન્નાટો મચી ગયો હતો
જેમા મનસુખ વસાવાએ જણાવ્યુછે કે ભાજપે મને ઘણુ આપ્યુ છે, કેન્દ્રીય નેતાગીરીનો હું આભાર માનું છું. મે પક્ષ માટે વફાદારી રાખી છે, પક્ષના મૂલ્યો જીવનના મૂલ્યો પણ અમલમાં મુક્યા છે. હું એક માનવી છું, મારી જાણે અજાણે કોઇ ભૂલ થઇ હોય છે, મારી ભૂલના કારણે પક્ષને નુકસાન પહોચે એ કારણોસર હું પક્ષમાંથી રાજીનામું આપુ છું. મનસુખ વસાવાએ વધુમાં કહ્યુ કે, બજેટ સત્ર દરમિયાન લોકસભા સભ્ય પદેથી પણ લોકસભા સ્પીકરને રૂબરૂ મળી રાજુનામુ આપીશ.
જોકે આ પત્ર સોશિયલ મીડિયા મા વાયરલ થઈ જાતા ભાજપા છાવણી માખળભળાટ મચી ગયો હતો.જેના પાર્ટી મા ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા
આ અંગે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ પ્રતિક્રિયા આપીહતી. અને જણાવ્યુ હતુ કેમનસુખભાઈએ રાજીનામું આપ્યું નથી .
તેમણે બજેટ સત્રમાં રાજીનામું આપવાની વાત કરી છે .
ઈકો સેન્સીટીવ ઝોન આ મુદ્દે તેમની નારાજગી છે તે હું જાણું છું .અમે તેમને મનાવી લઈશું. તેઓ સંવેદનશીલ વ્યક્તિ છે તેઓ ઈકો સેન્સીટીવ ઝોનના મુદ્દે નારાજ છે તેમણે આ અગાઉ મારી સાથે બે દિવસ પહેલા જ વાત પણ કરી હતી .મનસુખભાઈ અમારા સિનિયર નેતા છે .તેમને નાના-મોટા પ્રશ્ને કોઈ મનદુઃખ થયું હોય તો એ પ્રશ્નનું નિરાકરણ આવી જશે. અને અમે તેમને મનાવી લઈશું. આ અંગે મુખ્યમંત્રી સાથે પણ વાત કરી છે. એમ પ્રદેશપ્રમુખ આર પાટીલે જણાવ્યું હતું .

સીઆર પાટિલે વધુમાં કહ્યુ કે, “નર્મદામાં ઇકો સેન્સેટીવ ઝોન જે ઘણા વર્ષો પહેલા જાહેર કરવામાં આવ્યુ હતું, તેને લઇને વાત થઇ છે. કલેક્ટર દ્વારા જે એન્ટ્રી કરવામાં આવી છે, તેને લઇ કેટલાક લોકો દ્વારા ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, અમે તેમણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે તેમની ગેરસમજ દૂર થાય.”
સીઆર પાટિલે મનસુખ વસાવાની પ્રશંસા કરતા કહ્યુ કે, તે ઘણા સેન્સેટિવ માણસ છે, મનસુખ વસાવા લાગણીશીલ છે અને હંમેશા લોકો માટે લડે છે અને તેમની રજૂઆતો સાંભળી યોગ્ય નીરાકરણ લાવે છે, તે ઘણુ સારૂ કામ કરતા આવ્યા છે. આવા વ્યક્તિ અમારા સાંસદ છે તે અમારા માટે ગૌરવની વાત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સાંસદ મનસુખભાઇ વસાવા હંમેશા સરકાર સામે સાચા પ્રશ્નો માટે લડતા રહ્યા છે. હમણાં છેલ્લા કેટલાક વખતથી નર્મદા જિલ્લાના 121 ગામોને ઇકો સેન્સિટીવ ઝોનમાં સમાવતા તેની સામે વિરોધ નોંધાવ્યો હતો. અને વડાપ્રધાનને પત્ર પણ લખ્યો હતો. અને આદિવાસીઓના પ્રશ્ને ન્યાય આપવા રજૂઆત પણ કરી હતી.સાંસદ મનસુખ વસાવાએ ઈકો સેન્સીટીવ ઝોન આ મુદ્દે અનેક વાર સરકારમાં પ્રશ્નો ઉઠાવ્યા હતા.આ મુદ્દે મનસુખભાઈ વસાવા નર્મદા જિલ્લામાં ત્રણ દિવસ સુધી ગ્રામ્ય વિસ્તારોમાં ફર્યા પણ હતા . પણ તેમને ન્યાય ન મળતા તેમને મન દુખ થતા આ રાજીનામું આપ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે .
જોકે આ અંગે ઝઘડિયાના ધારાસભ્ય અને નેતા છોટુભાઈ પણ ટ્વિટર પર ટ્વિટ કર્યું હતું કે અંતરાત્માનો અવાજ સાંભળી વ્યક્તિ સાચો ત્યાગ કરે છે .તેઓ આદિવાસીઓના હક માટે લડતા રહ્યા છે. અને ઇકો સેન્સિટીવ ના મુદ્દે તેઓ સરકારને ઘેરતા રહ્યા છે .
હવે એ જોવું રહ્યું કે મનસુખભાઈ માની જાય છે કે નહીં અને પાર્ટી તેમને મનાવી લે છે કે નહીં ?મનસુખભાઈ ના પ્રશ્નો નું નિરાકરણ આવશે ખરું? ઈકો સેન્સીટીવ ઝોન મુદ્દે પ્રશ્નોનું નિરાકરણ આવશે ખરું? આ અંગે જોરથી ચર્ચાઓ શરૂ થઈ છે .

તસવીર :જયોતિ જગતાપ રાજપીપલા

TejGujarati