કોરોના ના સમયમાં ઘણા બધા કલાકારો અને ફેશનમાં રસ ધરાવતા લોકોએ આ પ્રકારની ઇવેન્ટ માં ભાગ લોધો નથી. અને છેલ્લા ઘણા સમયથી તેઓ આ પ્રકારની કોઈ ઇવેન્ટની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે KP2 પ્રોડક્શનસ અમદાવાદ આયોજીત FNX India અને દાદાસાહેબ ફાળકે આઇકોન એવૉર્ડ ફિલ્મ્સ ના સહયોગ થી એક નેશનલ કક્ષા ની ફેશન ઇવેન્ટ “ગ્લેમ એન્ડ એલીગન્સ” 2021 નું આયોજન આગામી ફેબ્રુઆરી મહિનામાં આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજન માટે આજે અમદાવાદ ખાતે ગુજરાત કક્ષા નું એક ઓડિશન રાખવામાં આવ્યું હતું જેમાં આ 300 થી વધારે ઓનલાઇન રજિસ્ટ્રેશન થયા છે અને જેમાં બાળકો ઉંમર વર્ષ 5 થી માંડી ને 40 વર્ષ સુધી ના લોકો કે જેઓ ફેશન ઇન્ડસ્ટ્રી માં પોતાનું નામ બનાવવા માંગે છે અને કોઈ સારી ઇવેન્ટ ની રાહ જોઈ રહ્યા હતા તેવા લોકો માટે એક સારી તક અને પ્લેટફોર્મ પૂરું પાડવા ની આશા સાથે આ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઇવેન્ટ ના આજ ના ઓડિશન માં અમદાવાદ ના જાણીતા કલાકારો અને ફેશન આઇકોન નિર્ણાયકો તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા, આ ઇવેન્ટ ના મુખ્ય આયોજક KP2 પ્રોડક્શનસ ના કિરણ પંજવાણી , FNX India ના અને જાણીતા બૉલીવુડ એકટર ડાયરેકટર અશોક રબારી,
ફેશન આઇકોન સિદ્ધાર્થ ઝીંઝુવાડિયા, વિશ્વરાજ ગઢવી VV, શાયના સુનસારા અને ધરમ સાવલાની ઉપસ્થિત રહ્યા હતા.
આ ઇવેન્ટ ની મેનેજમેન્ટ ટીમ માં ગુજરાત ના જાણીતા ફેશન ફોટોગ્રાફર અને હાલ માં જ મુંબઈ ખાતે દાદાસાહેબ ફાળકે આઇકોન એવૉર્ડ મેળવનાર બ્લેસ્મોન સેમ્યુઅલ દ્વારા આ પુરી ઇવેન્ટ ની ફોટોગ્રાફી કરવામાં આવી રહી છે અને જેઓ આ ઇવેન્ટ માં ફોટોગ્રાફી, ગૃમિંગ અને ફેશન સ્ટાઇલ શીખવાડશે.
આ ઇવેન્ટ આગામી ફેબ્રુવારી મહિનામાં ગોવા ખાતે 3 દિવસ ની ગ્રાન્ડ ફિનાલે નું આયોજન કરવામાં આવશે અને આ ઇવેન્ટ માં બૉલીવુડ ના જાણીતા ફેશન સ્ટાઈલિસ્ટ અને ફેશન આઇકોન કાયનાત અરોરા અને સીમરન આહુજા ખાસ ઉપસ્થિત રહી ને સ્પર્ધકો ને ગાઈડન્સ આપશે અને આ ટાઇટલ ગ્લેમ એન્ડ એલિગન્સ 2021 નું સિલેક્શન કરવામાં આવશે.