કચ્છનાં અંજાર શહેર તથા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાને લઇ નવા કાર્યાલયને ખુલ્લો મૂકવાં ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ યોજાયો.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

તાં-૨૫/૧૨/૨૦૨૦ નાં રોજ *#આમ આદમી પાર્ટીનાં*# *#ગુજરાત પ્રદેશનાં નોર્થ ઝોનનાં સંગઠન મંત્રી માનનીય શ્રી રમેશભાઈ નાભાણીને*# શુભેચ્છા પાઠવવા તથા અંજાર શહેર અને તાલુકાના આમ આદમી પાર્ટીનાં કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે સફળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાબતે સમીક્ષા કરી અંજાર તાલુકાના દરેક હોદ્દેદારો, અને કાર્યકર્તાને આહવાન કરી અંજાર શહેર અને તાલુકાની જનતાહિતના કામોની ચર્ચા કરવામાં આવી હતી. તથા ચૂંટણીઓમાં ઉમેદવારોને જોશ પૂરું પાડી વિજયી બનવાની આશા વ્યક્ત કરી સ્વચ્છ રાજનીતિ અને ઈમાનદાર સરકારનાં એજન્ડાને કેન્દ્ર સ્થાને રાખી રણશીંગુ ફૂકી આગળનાં પ્રચાર પ્રસાર માટે અને જનતાલક્ષી કામોની ઝાંખી કરાવી આમ આદમી પાર્ટીનાં હોદ્દેદારો, ઉમેદવારો તથા કાર્યકરોમાં નવું જોશ પૂરું પાડી ઉત્સાહ વધાર્યો હતો.

પૂર્વ કચ્છ જિલ્લાના અંજાર શહેર અને તાલુકાનામાં આવનાર આગામી સ્થાનિક સ્વરાજ અને વિધાનસભાની ચૂંટણીઓમાં સ્વચ્છ રાજનીતિ અને ઈમાનદાર સરકારનું નિર્માણ થતાં અંજાર શહેર અને તાલુકાનાં લોકહિત કાર્યો કરી હક્ક,અધિકાર આપવા, અપાવવા આમ આદમી પાર્ટી સક્ષમ છે અને હંમેશા રહેશે તેવો અતૂટ વિશ્વાસ સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે લોકોનો આભાર માની સમાપન કરેલ.

ઉપરોક્ત, કાર્યક્રમને સફળ બનાવવા પ્રદેશ અને પૂર્વ કચ્છ જિલ્લાના સહ સંગઠન મંત્રી માનનીય શ્રી કે. કે. અંસારી ભાઈ, શામજીભાઈ આહીર, અંજાર શહેરનાં પ્રમુખ શ્રી હિરેનભાઈ સોરઠીયા, અંજાર તાલુકા પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ ભટ્ટ, શહેરનાં ઉપપ્રમુખ શ્રી હાર્દિકભાઈ ભટ્ટ, શહેર સંગઠન મંત્રી શ્રી પ્રવીણભાઈ ચોટારા, શ્રી ભગવાનભાઈ વરુ, શ્રી પ્રદીપભાઈ ગઢવી, શ્રી રોશનઅલી સાંઘાણી,શ્રી વિવેકભાઈ વોરાની, શ્રી સાવંતભાઈ ગોસ્વામી, શ્રી ધર્મેન્દ્રભાઈ રાવલ,શ્રી અર્પિતભાઈ ઠક્કર,શ્રી જીતેન્દ્ર ઠક્કર,શ્રી શામજીભાઈ યાદવ (આહીર),શ્રી, તેજાભાઈ આહીર, શ્રી આર.ડી. માતંગ સાહેબ, શ્રી હિરેનભાઈ હડીયા, શ્રી સંજયભાઈ હડીયા,શ્રી મેહુલભાઈ પરમાર શ્રી ભાવેશભાઈ તથા મહિલા પાખ સંગઠનનાં શ્રીમતિ દેવકાન્યાબેન વરુ,રિધ્ધીબેન વરુ હાજર રહ્યા હતાં.

આમ આદમી પાર્ટી.
અંજાર શહેર તથા તાલુકા પ્રમુખ.

TejGujarati