દેશના આ શહેરમાં બનવા જઇ રહ્યું છે ડાકુઓનું અનોખુ મ્યુઝિયમ!

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર
dacoits 2017110318392866

નવી દિલ્હી, 24 ડિસેમ્બરઃ મોટાભાગે સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમમાં એવી વસ્તુઓ રાખવામાં આવે છે, જેના વિશે જાણવા કે જોવામાં લોકોને કઇ શીખ મળે કે જાણકારી મળે. પરંતુ અહીં તો યુવાનોને ગુનાખોરી ના માર્ગે જતાં રોકવા માટે હોવી ડાકુઓનું અનોખું સંગ્રહાલય બનાવવામાં આવશે. ભીંડ પોલીસે અનોખો પ્રયોગ શરૂ કર્યો છે. ચંબલ કુખ્યાત ડાકુઓનું ઘર રહ્યું છે. મોટાભાગના કુખ્યાત ડાકુ હવે મુખ્ય ધારા પર પાછા ફર્યા છે. જ્યારે કેટલાક પોલીસ અથડામણમાં માર્યા ગયા છે. હવે આ આખી વાર્તા સંગ્રહાલયમાં દર્શાવવામાં આવશે.

ભીંડ પોલીસ એક મ્યુઝિયમ બનાવી રહી છે, જ્યાં ડાકુઓને હથિયાર હેઠા મુકવા અને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવાની માહિતી શેર કરવામા આવશે. પોલીસે ગુનાની દુનિયામાં પગ મૂકનારાઓને પાઠ શીખવવા અને સંદેશા આપવા નવી પહેલ શરૂ કરી છે. પોલીસ દ્વારા ચંબલમાં બળવાખોર ડાકુઓની નાબૂદી અને સમાજના મુખ્ય પ્રવાહમાં પરત ફરવાની કથા કહેવાની તૈયારી કરી રહી છે. કુખ્યાત ડાકુ મોહરસિંહના કર્મા વિસ્તારમાં આવેલા મેહગાંવમાં બ્રિટીશ જમાનાના ઐતિહાસિક પોલીસ સ્ટેશનની ઇમારતની પસંદગી કરવામાં આવી છે.

મ્યુઝિયમ બનાવવા માટે લોકોની ભાગીદારી અને પોલીસ ભંડોળમાંથી આ રકમ ફળવવામાં આવશે. ઘણા ડાકુઓએ 1980 થી 90 સુધી ચંબલમાં આત્મસમર્પણ કર્યું. તેમાંથી ફૂલન દેવી, ઘનસા બાબા, મોહરસિંહ, માધોસિંઘ મુખ્ય ડાકુ હતા. શરણાગતિ પછી, આ ડાકુઓએ સજા પણ કાપી અને છૂટા થયા પછી સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાઈ મનપરિવર્તન થતાં સમાજસેવા પણ કરી.. આમ આજના યુવાનો ગેરમાર્ગે ન ડોરોય એ માટે સરમારે ડાકુઓનું અનોખું મ્યુઝિયમ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

TejGujarati