24 ડિસેમ્બર એટલે ગ્રાહક દિવસ. – પ્રિયંકા જોષી ભટ્ટ.અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, ગુજરાત પ્રાંત.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

24 ડિસેમ્બર એટલે ગ્રાહક દિવસ.

ગ્રાહક એટલેજે વસ્તુની ખરીદી કે સર્વિસ કે સુવિધા સામે આર્થિક ચુકવણી કરે. આપણી સમાજ વ્યવસ્થામાં રંક હોય કે અમીર તમામ ગ્રાહક છે. આમ, આપણને ગ્રાહકના હકક અને ફરજ યાદ અપાવતો દિવસ એટલે 24 ડિસેમ્બર.

ગ્રાહક તરીકે આપણા કેટલાક હક્ક હોય છે જેમ કે –

1. સુરક્ષા મેળવવા માટે

2. પસંદગી કરવા માટે

3. યોગ્ય સુચના /જાણકારી મેળવવા માટે

4. નુકસાન સામે વળતર મેળવવા માટે

5. ગ્રાહક શિક્ષણ મેળવવા માટે

6. સુનવણી માટે

ગ્રાહકના હક્ક સામે આપણી પણ કેટલીક ફરજ છે જેમ કે –

1. વસ્તુ ખરીદી કરતી વખતે – વજન, ઉત્પાદનની તારીખ, શેનાથી બનાવેલ છે, કેટલા સમય સુધી વાપરી શકાય તે, વસ્તુનુ બિલ ખાસ તપાસ કરીને લેવુ.

2. વધુ પડતી સંગ્રહ કરવો નહીં.

3. પર્યાવરણને નુકસાન થાય તે કામ ન કરવું.

4. અન્ય ગ્રાહકોને પણ તેમના હક્ક અને અધિકાર વિશે માહિતી આપવી અને જરૂર મુજબ સહાય કરવી.

દર વર્ષ ગ્રાહક દિવસ કોઈ એક વિશેષ વિષય – થીમ પર મનાવવામાં આવે છે – આ વર્ષે સસટનેબલ કંસમપશન – યોગ્ય સમજીને વપરાશ થીમ પર ગ્રાહક દિવસની જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોમાં પર્યાવરણ અને જૈવ વિવિધતાનું જતનની ભાવના કેળવવાનું છે.

જુલાઈ 2020થી કંસુમર પ્રોટેકશન એક્ટ 2019 કાયદો અમલમાં આવતા ઓનલાઇન ખરીદી, ભર્માતક જાહેરાત અને બીજા ઘણી રીતથી છેતરામણી કરનાર તમામ માટે કડક પગલાં જે ગ્રાહક હિતમાં કાયદા છે.

આમ, ગ્રાહક સમાજની વ્યવસ્થાનો અગત્યનો પાયો છે અને તેને સજાગ કરવા માટે 24 ડિસેમ્બર એટલે 24 ડિસેમ્બર એટલે ગ્રાહક દિવસ.

જય ગ્રાહક શક્તિ

પ્રિયંકા જોષી ભટ્ટ

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, ગુજરાત પ્રાંત.

TejGujarati