કોરોનાનું લોકગીત…(ગ્રેજયુઐટ ગ્રામ્યકન્યાની વેદના) મુળ સ્ત્રોત:(હુ કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમા નથી) હુ તો ઉકાળા પી પીને થાકી.. કોરોના તારા મનમા નથી..ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત સમાચાર

કોરોનાનું લોકગીત…(ગ્રેજયુઐટ ગ્રામ્યકન્યાની વેદના) મુળ સ્ત્રોત:(હુ કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમા નથી)
હુ તો ઉકાળા પી પીને થાકી.. કોરોના તારા મનમા નથી..
આ ઉનાળાના ચાર ચાર મહિના ગયા..
હુ થાળીને દિવા કરી થાકી
કોરોના તારા મનમા નથી..
આ ચોમાસાના ચાર ચાર મહિના ગયા
હુ તો હોમ ક્વોરન્ટાઈન થઈ થઈને થાકી
કોરાના તારા મનમા નથી..
આ શિયાળાના ચાર ચાર મહિના આવ્યા
હુ તો વેકસિનની રાહ જોઈ થાકી
કોરોના તારા મનમા નથી
કોવિડજી તારા મનમા નથી
તે મોઘવારી પેટને તળિયે ચાંપી
આખી દુનિયાની વાટ તે લગાડી
કોરોના તારા મનમા નથી
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

TejGujarati