સંત દાડલદે – નિજારી સંતો પ્રકરણ -૧. – નીતિન ભટ્ટ.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

દક્ષિણ ભારત માટે ચૌદમી સદી સંતસદી મનાય છે તેમ સૌરાષ્ટ્રમાં પણ બન્યું છે . આ સદીમાં ઘણી જ્ઞાતિમાં સંતો , ભક્તો , મહાપુરુષે એ અવતરી દેશને પાવન કર્યો છે . સંત દાડલદે આજ સદીને શાભાવી ગયાં છે . • તેમના પતિનું નામ ખીમરો તે જાતે વણકર અને મૂળ વતની મારવાડના પોખરણની બાજુનાં . ઉપરાઉપરી દુષ્કાળ પડવાથી સંતહૃદયનાં પતિપત્ની દ્વારકા જવા અને નિર્વાહ મેળવવા નીકળ્યાં . ગઢ ઢેલડી ગમી જતાં ત્યાં જ વસવાટ કરી રહ્યાં . #dasijivansaheb

આજે જેને મોરબી કહેવાય છે તેને પ્રથમ ઢેલડી કહેતા . જેઠવાનું રાજ હતું . રાજ ચલાવવા તેમના તરફથી એક રાવત રહેતા . આ વખતે રણસી નામે રાવત આ ભાગની વ્યવસ્થા જાળવવા પર હતો…. ભક્તિના સંસ્કારો દાડલદે મારવાડમાંથી સાથે જ લાવેલાં . ઢેલડીમાં બેચાર વર્ષ રહેતાં એક નાનું ભક્તમંડળ તૈયાર કરી લીધું હતું . આ વખતે તોરલ – રૂપાંદે જેવી સ્ત્રીસંતોની હયાતિ હતી . રણુંજાના રામદેવજી આ તમામ ભક્તમંડળના આચાર્ય મનાતા.
દાડલદેમાં રૂપ અનોખાં હતાં . તેની દેહલતા ભલભલા સંયમીને ઘડીભર જોતાં ડોલાવે તેવી હતી . શરણાઈ જેવી કળાઓ પરનાં છુંઘણાં કમળ પર ભ્રમરા જેવાં રૂપ વધારતાં હતાં . શંખ જેવો કંઠ , વાંકાં નેણ, લાંબી પાંપણે , ઊપડતી આંબા અને ભરાઉ ઘાટીલે બાંધે બધીયે સ્ત્રીઓથી જુદો તરીવળતો . તેના કંઠમાં કોયલનો મદ , પપૈયાની ચાહ અને હં સની મધુરતા હતી .
Dasi Jivan Saheb

તે રામ સાગર ખેાળામાં લઈ ગાતી ત્યારે ઘડીભર વાયુ દેવને પણ થંભી જવું પડતું . જાણે શરદના ચાંદલીએ , વનમાળીની મોરલીએ આભ ગાજતું ન હોય ? દાડલદે શબ્દની મસ્તીમાં ડોલતી , તેના ગળામાંથી ઘુંટાઈ ધુંટાઈ નીકળતા રાગે બ્રહ્માંડ ડોલતું , મચ્છુનાં નીર થંભી જતાં.
એક દિવસ દાડલદે સાવસર નામે તળાવે પાણી ભરવા નીકળી , સોનાવરણી પિત્તળની હેલ સાથે હેમર હાથણીની હાલે , હિલોળા લેતી , કનું જના પટારા જેમ હમેશની ઢળતી આખો નમણાઈમાં નવાં નૂર પૂરતા પાણીના મારગને અજવાળતી હતી .
તળાવે પાણી ભરતાં દાડલદેને ભજનમાં ગવાતા જૂનો પ્રસંગ યાદ આવ્યા . તે મનમાં બેલી :
સાવર ! તે મહાત્મા મોરધ્વજનાં દર્શન કર્યા . તારાં નિર્મળા નીરના કાંઠે સને માટે સતવાદીએ કાયા વેરાવવા કરવત માથા પર લીધી . હોશે હોશે પરાયાના દીકરાને સાવજની પકડમાંથી છોડાવવા દેવીયું વેરાવે તોય સત્ મૂક્યાં નઈ . ધન્ય રાણીને ! ધન્ય કુંવરને ! રાજાના માથા પરના કરવતને તાણતાં જરાય હૈયાં તણાયાં નહીં ‘ , ધીરતા ડગી નહીં ‘ , વાહ સત્ ને વાહ સત વાદીયાને , આજનાં વેંતિયા માનવી ઈ કળાને શું જાણે . ઈ તે

‼️રામબાણ વાગ્યાં હોય તે જાણે,‼️
‼️ઓલ્યા મૂરખ મનમાં શું જાણે ? ‼️
‼️ધ્રુવને વાગ્યાં , પ્રહલાદને વાગ્યાં‼️
‼️ઠરીને બેઠા ઠેકાણે‼️
‼️બાળપણમાં શુકદેવને વાગ્યાં‼️
‼️ભાગવતના રસ માણે‼️

આમ કેટલીયે વાર ઊભી રહી પવનલહરીથી નાચતા નીરને જોઈ જ રહી . સાથવાળી બાયું પાણી ભરીભરી વાસમાં ગઈ . મા’રાજ ઉપર આવ્યા ત્યારે જ તેને ખ્યાલ આવ્યો કે આજે વધુ વખત થયા . ચાલ જીવ , ઘેર બિચારા વણકર ભૂખે થયા હશે. #hasmukhbabaria

ખીમરો વણકર ડાહ્યો હતો . નવો આવતલ હોવા છતાં તે નાતના આગેવાન ગણાતો . નાતીલા પૂછી વાત કરતા , ખીમરાને આંગણે – સાધુ – સંતાના એકાદ બે ઉતારા હોય જ . કેટલાક ગામના ભજન ભક્તિ ભક્તો પણ ભજન સાંભળવા આવતા , ઢેલડીમાં ખીમરાનું ઘર ભક્તજનોનું વિશ્રાંતિસ્થાન ગણાતું .
દાડલદે સાવસર તળાવની પાળ ઊતરી ઘર તરફ વળી , ત્યારે તેની પાછળ બે ઘોડેસવાર આવતા જોયા , એક ગામને રાવત રણસી અને બીજો તેને હજૂરિયો ખવાસ રામુ . ભગવાન સૂર્યનારાયણ માથા પર તપતા હતા . ઘોડા પસીને રેબઝેબ મારમાર કરતા આવતા હતા . રાવતની નજર પાણી ભરી ઘેર જતી દાડલદે પર પડી . તેણે રામુને પૂછયું : રામુ , આ કોની સ્ત્રી છે ? કેવા સુંદર પગલે પગલે મેહકતા વેરતી કેવી મલપતી ચાલે છે ! આપણી મયૂરીમાં પણ ભગવાન આવાં રત્નો નિપજાવે છે . ખરેખર , આને ઘડતાં બ્રહ્મા લહેરમાં હશે . કે મીઠા ઠાવકે ઘાટ ઘડ્યો છે ! જાણે કેમ હવે બીજા ઘાટ ન જ ઘડવા હોય ? ”
‘ બાપુ ! હું એાળખતા નથી . જરા બાજુ માં નીકળી તપાસીએ . ” રાવતની પાપવાસનાને રામુએ ઉત્તેજન આપ્યું . બન્ને સવારોએ ઘેાડા દબાવ્યા . કુકડકંધા ગરુડનાં ઈંડાં જેવા રેઠી કાનસુરીવાળા ઘડા સવારના મનોભાવ કળી જઈને નાટારંભ કરતા કરતા પડખેથી નીકળ્યા . રાવતે મજાકમાં ઘોડાની સરક ( ઘેડાને બાંધવાની દેરી ) નો છેડો દાડલ દેના અંગ પર નાખ્યો .
દાડલદેની આંખ ઊંચી થઈ. તો સતીના માથેથી એક વેંત ઉંચુ બેડલું થઈ ગયું હતું આંખ અગ્નિની વરસાવવા તૈયાર હતી. ચકોર વણકર બાઈ એ રાવતની આખોના ભાવ વાંચ્યા અને મનોગત દુષ્ટ ઈચ્છા પારખી. રાજા હતા માટે વિનંતી કરી માત્ર એટલું જ બોલીઃ “ ઠાકર | છોરુ પર માવતરની કૂડી નજર ન હોય . મારા બાપ , વસ્તીની વહુવારુ તે તમારે દીકરિયું કહેવાય . ”
‘ હવે ડાઈ થા મા , રાવતની મીઠી નજર ક્યાંથી ? ” રામુ બોલ્યા.
“ભૂલ્યો મારા વીરા , ઘર ભૂલ્યો .
આજ થી ઢેલડીનો દી બદલે છે . ધણી ઊઠી ધણીવાળીને ધણિયાણી કરવાના કૂડા વિચારે કરવા લાગ્યા . જા ભાઈ , જા . મારો જ વાંક છેઃ મારા રૂપને વાંક છે . આ દેહમાં બેઠેલા આતમરામ પાપી નથી , દેહે પણ સતગુરુની દયા મેળવેલી છે , છતાં તેની કરણી ઊજળી નથી.”
પાપી રાવત આવા સ્પષ્ટ અવગણનાના શબ્દો સાંભળી ભોઠપણ થી નીચે મોઢે સીધા ગઢમાં ગયા . દાડલદે વણકર વાસમાં આવી .
આજ નુ મોરબી જતાં ઢેલડીની કલ્પના આવે તેમ નથી . જૂની મયૂરીગઢમાં હતી . આજે એ ભાગ ગ્રીનચોક તરીકે ઓળખાવાય છે . મછુને સામે કિનારે રાજગઢ હતો તે સ્થાન આજે ભીમેારા કહેવાય છે .
દાડલદે બેડું દૂર મૂકી ફળીમાં બેઠી . આ જોઈ વણકર ખીમરા બોલ્યા : “ કેમ બારાં બેઠાં ? ઘરમાં આવે ને ! ” ના , મારાથી હવે ઘરમાં અવાય તેમ નથી . કોટવાળ , ફળીમાં જ સમાતુ ‘ લેવી પડશે . ધણીની ધારણા એવી જ છે . “ પણ છે શું ? ‘ ખીમરે ફરી પૂછયું ‘ .
‘આ કાયા જોતાં ઢેલડીના રાવત રણસીને વિકાર જાગ્યા . એણે ધોડાની સરક નાખી દેહ અભડાવ્યો, વણકર ! મું થી હવે જિવાય નઈં . મારતાં તો નથી આવડતું , પણ મરતાં આવડે છે . ગામનો ધણી મારગ ભૂલ્યો એને આપણે સવળે મારગે ચડાવ છે. એની આંખોમાંથી રૂપનાં ઘેન ઉતરાવી કાયામાયા ખોટાં છે એમ સમજાવવું છે . દુઃખ માનીશ મા , મારા ધણી ! તારે મારે આટલે જ સંબંધ હશે . ”
* દાડલ ! ઉતાવળ તે થાતી નથી ને ? ’ ખીમરે આજે . વતા ભરેલે અવાજે કહ્યું . “ ના , મુદ્દલે નહિ . આ અંગ એવા વિકારનાં ભરેલાં છે કે જેને જોતાં માનવી ભાન ભૂલે , વણઅડે વિકારી થાય , ઈ અંગને શિક્ષા કરવી રૂડી છે . આપણે નીચલા થરનાં વરણ છીએ. આ જ સરક અડી અને કાલે હાથ અડે તો ? સના દર તૂટે દેવું જીવતાં સળગે , કૃડિયાની કૂડી નજર થાય એમાં તે ધખે નઈ , પણ આ તો ગામને રાજા ! દાડલનાં અંગની હજુ ભૂખ રહી જાય છે ? ”
ના ના , દાડલ , એમ નથી . મેંય સદ્દગુરુના ચરણ સેવ્યા છે . હુંયે ગતગંગામાં નાહ્યો છું . મારામાં ઈ વાસના રે’જ નહી . હેમાળાનાં ફરળ વચ્ચે બેસનાર અગ્નિમાં બળે ? પણ થોડુંક થોભી જાએ તે ગતનાં ગોઠીને બોલાવી રૂડાં વળામણાં સાથે મારી દાડલને વળાવવા ઈચ્છા છે . ” ‘ ભલે , ચાર દિવસ રોકાઈશ , ભજન કરીશ , બાકી અન્નપાણીની આખડી સમજવી – સત શબ્દના આહારે દાડલ જીવશે . કેને કેને તેડાવશો ? ”
વખત થોડોક જ છે , વણકરરાણી ! પુગાશે ત્યાં સુધીના આરાધ કરીશ . ”
કોટવાલ ! અલખના આરાધમાં તમામ આવી જાય છે . નુરજનિયાને નોતરાં નોખાં નોખાં ન હોય . લાવે , લાવે , મારા હાથમાં રામસાગર લાવો,
ભોરંગ આ સને સૂનારને – ભીડ ભાંગતલ ભગવાનને આરાધું , ઘટઘટમાં વસેલે ગતને ચેતવશે . આ પણ વાયક વાલમજી પહોંચાડશે . ૐ અમર પ્યાલો સતસંગ ધારા ૐ
ખીમરે રામસાગર લાવી દાડલદેના હાથમાં આપ્યો. આસન વાળી દાડલદેએ આરાધ ઉપાડ્યો , વણકરવાસમાં જાણે થતાં એક પછી એક આવી ટપોટપ બેસવા લાગ્યાં.

‼️ગઢ ઢેલડી મોજાર , સંતા ઢેલડી મોજર‼️
‼️ખીમરાની રાણી પાણી સાંચર્યા ‘ …. ‼️

‼️ખીમરા સમાતુ ગળાવ , કોટવાળ સમાતુ ગળાવ‼️
‼️નુગરા માનવનો છેડો લાગિયો હે ……….જી.‼️

‼️પેલુ રે વાયક રણુંજા મોકલું ‘ , પીર વેલેરારે આવ ; ‼️
‼️રામદેપીર ને સતી નેમાવતી , આવો ધારીને ભાવ , ‼️

‼️જેસલ તોળાંદે રાણી આવશે,તારવા ધરમનાં નાવ ;‼️ ‼️માલદે રૂપાંદે જોડી આવશે,સતિયાં સતને પરભાવ‼️

ખીમરે વણકરોને બેલાવી સમાત ખોદાવવી ચાલુ કરી . વણકર વાસના લોકો એ સમજાવ્યા , “ ખીમરા , ઈ તો સ્ત્રી છે , પણ તુંય ભલા માણસ ! હાયે હા કરી જીવતી દાટવા બેઠે છે ?

‘ ખીમરે બાલ્યા , “ બાપ ! તમથી સમજાય તેવી વાત નથી . ઢેલડીનાં પાપ ધોવા દાડલદે સમાય એમાં અમારી ભક્તિની શોભા છે . ધણીના નામના આધારે રે’નારે જગતનાં અંધારાને પીવાં જોઈ . દેવસી વણકર ! આપણે અવતાર કોણ ! આજ તો રાજાએ દાડલદે ઉપર કુડી નજર કરી , કાલે ઊઠી આ રોગચાળો આગળ વધે , તો ભલે મારી દાડલદે જીવતાં સમાય . રાજા સુધરશે તો જાણે દાડલદેનું બલિદાન લેખે લાગ્યું . ” એક બાજુ સમાત ખેદાવા લાગી , બીજી તરફ પ્રેમ દીવાની દાડલનો આરાધ આગળ વધતે હતો :

‼️ચેાથું રે વાયક કેળાતા મોકલુંસાચલા સુરાને ગામ‼️
‼️કલુમલુ સાથે આવો , ઊજળાં કરવા ધામ‼️
‼️ખીમરાની રાણી પાણી સાંચર્યા ’….‼️

આમ યાદ કરી કરીને જતિયાંસતિયાંને વાયક મેકલતી હતી . અંતરજામીની પ્રેરણાએ સિદ્ધ લોકોનાં ચિત્ત દાડલ દેના આરાધે ઊપડ્યાં અને ઢેલડીએ આવવા તમામ નરનારી ઊપડ્યાં.
આ સમાજના ધર્મ ને નિજારી અથવા સનાતન ધર્મ નિજારી કહે છે . સંતસેવા કરવી એ તેમના પ્રધાન સિદ્ધાંત છે . આને કોઈ મહામાર્ગ પણ કહે છે . મહામાર્ગને ઉદ્દગમ સમય ખરેખર અનાદિ છે . મહાભારત લખાયું ત્યારે આ ધર્મ હતો . અનુશાસનપર્વના બીજા અધ્યાયમાં વ્યાસે સુંદર ઢંગમાં કથાનક દ્વારા એનું વર્ણન કર્યું છે.

ક્રમશ – ૧

==================================

‼️સંત મુળદાસ જીવન દર્શન ‼️ પ્રકરણ- ૧ –

TejGujarati