ગુજરાતી માટે બોલીવુડે એક માન્યતા બનાવી દીધી છે, કે ગુજરાતી એટલે ખમણ ઢોકળા…દેવલ શાસ્ત્રી.

ગુજરાત ભારત સમાચાર

Good Morning….

ગુજરાતી માટે બોલીવુડે એક માન્યતા બનાવી દીધી છે, કે ગુજરાતી એટલે ખમણ ઢોકળા….ગુજરાતમાં અસંખ્ય ગામો હશે જ્યાં ખમણ કે ઢોકળા મળતા હશે કે કેમ એ પણ શંકા છે. જાણે ગુજરાતી પરિવાર આખો દિવસ ખમણ અને ઢોકળા જ ખાતો હોય…આ વાત ખાલી આપણને જ લાગું પડતું નથી પણ દુનિયાના બધા દેશો માટે લાગુ પડે છે.
પિત્ઝા આમ તો ઇટાલિયન ફૂડ, પણ ઇટાલિયન નાગરિકો ચોવીસ કલાક પિત્ઝા નથી ખાતા. મને તો એવું લાગે છે કે ઇટલી કરતાં ગુજરાતી વધુ પિત્ઝા ખાતા હશે, ઇવન આપણે રેન્જ પણ મોટી બનાવી હશે…
આમ તો આપણે જે પિત્ઝા ખાઇએ છીએ એ બહુ જૂની આઇટમ નથી, સો દોઢસો વર્ષથી જ માર્કેટમાં આવી છે. માર્ગારિતા પિત્ઝા તો ઇટલીની રાણીને ખૂશ કરવા બનાવી હતી. ઇટલીનો રાષ્ટ્રધ્વજના લાલ રંગ માટે ટોમેટો, ગ્રીન માટે તુલસી અને સફેદ માટે મોઝેરેલા વાપરવામાં આવ્યું હતું.
બાકી ઇટાલિયન પિત્ઝા કરતાં પાસ્તા વધારે ખાય, સરેરાશ ઇટાલિયન દર વર્ષે પચીસ કીલો પાસ્તા પૂરા કરી નાખે છે, એવરેજ દિવસમાં એકાદ વાર તો પાસ્તા ખરો જ…કમસેકમ ત્રણસો કરતાં વધુ પ્રકારના પાસ્તાની રેન્જ છે…જે રીતે ભારતના અલગ અલગ વિસ્તારોમાં દાળ કે સબ્જી અલગ અલગ રીતે તૈયાર કરવામાં આવે છે, તેનો ટેસ્ટ પણ અલગ હોય છે…સેમ ટુ સેમ…ઇટલીમાં પાસ્તાનુ પણ મોટું કલ્ચર છે, દરેક વિસ્તારમાં અલગ અલગ ટાઈપના પાસ્તા બને છે. પેસ્ટ્રી પણ ઇટાલિયન ફૂડ છે, એમાં પણ વિસ્તાર અને ફેસ્ટિવલ રેન્જ છે.
આપણે ગુજરાતી પિત્ઝા ખાવા જઇએ એટલે એ રેસ્ટોરન્ટની ટેસ્ટ ક્વોલિટી સમજવા ગાર્લિક બ્રેડનો ટેસ્ટ ચેક કરીએ છીએ. ગાર્લિક બ્રેડ એ ઇટાલિયન આઇટમ નથી, જેનો રસાસ્વાદ આપણે માણીએ છીએ. બસ, આજ રીતે ટોમેટો કેચઅપની કહાની સેમ ટુ સેમ છે, ટોમેટો અઢારમી સદીથી ઇટલી પધાર્યા હતાં, વાયા અમેરિકા…
આજકાલ એવું જ કોફી માટે પણ શીખ્યા છીએ, અઘરા અઘરા ઇટાલિયન નામોની કોફી…ઇટાલિયન મોટેભાગે એસ્પ્રેસો પર જ હાથ અજમાવે છે…ભૂખ વધારવા એપેટાઇઝર તરીકે ઇટાલિયન બ્રેડ ખાતા નથી, એ જ રીતે ભોજનની શરૂઆતમાં સેલડ લેતા નથી, પણ ભોજનના અંતે સેલડની સિસ્ટમ છે. સેલડ ભોજન પચાવવામાં મદદરૂપ થાય છે એવું તેમનું માનવું છે, તો આપણે સેલડ લેવાથી ભૂખ ઉઘડે એવું માનીને પહેલાં લઇએ છીએ.
એન્ટિસ્પ્ટો પ્લેટ એટલે કે ભોજન પહેલાં પણ લેવા માટે ઇટલીમા અલગ ફૂડ રેન્જ છે, ઓલિવ, મશરૂમ, ઓછા તેલમાં બાફેલા શાક કે ચીઝ…
હા, મૂળ ઇટાલિયન પિત્ઝા બહુ કોમ્પ્લિકેટેડ નથી. સીધા સાદા ટોમેટો કે તુલસીના ઉપયોગથી ટોપિંગ કરો…ભોજન કરો…પણ ધીમે ધીમે સ્વાદશોખીન વૈશ્વિક જમાત તેની મોટી રેન્જ બનાવી…એમાં આપણે તો જૈન અને સ્વામિનારાયણ રેન્જ પણ બનાવી દીધી.
હા, ઇટાલિયન ફૂડ સાથે વાઇન ખરો…દુનિયામાં વાઇનનો સૌથી મોટો ઉત્પાદક દેશ ઇટલી છે, ઇટલીની ઇકોનોમીનો એક આધાર…સાડા સાતસો કરોડ બોટલ બને છે.
બસ, આટલું કાફી છે પિત્ઝા અને ઇટાલિયન ફૂડ માટે… દરેક સંસ્કૃતિઓ પાસે, દરેક દેશ પાસે, દરેક વિસ્તારો પાસે, દરેક સિઝન મુજબ તથા પ્રત્યેક ફેસ્ટિવલ મુજબ અને સામાજિક માન્યતાઓ મુજબ દુનિયાભરમાં ફૂડની બહુ મોટી રેન્જ છે…આમ તો ઇટાલિયન નવા વર્ષના પ્રારંભે દાલની આઇટમો પણ આરોગે છે, દાળને લકી માને છે, તેમના મતે દાલ સમૃદ્ધિ લાવે છે…આપણી પાસે પણ સમૃદ્ધિ લાવતી મોટી રેન્જ છે…પાસ્તા, પિત્ઝા અને કોફી સાથે દુનિયાના ફૂડ કલ્ચરને યાદ કરવું… બાકી કોરોનાયુગમાં કેટલી સંસ્કૃતિઓની ટીકા કરીશું… એની વે આપણી ખીચડી એટલે ખીચડી, ખીચડી પાસે પણ બહુ મોટી રેન્જ છે…..શિયાળામાં બાજરાની ખીચડી એટલે આપણે મન તો ભોજનના ભગવાન…બસ, એકવાર ઇટલી જઇને બધાને મસાલેદાર ખીચડી ખવડાવવી છે….નવા વર્ષની મજા માણો…

લેખન અને સંપાદન
Deval Shastri?

TejGujarati