વિશ્વ વંદનીય સંતવર્ય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ૯૯ માં જન્મોત્સવની ચાણસદમાં ભવ્ય ઉજવણી.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

વિશ્વ વંદનીય સંતવર્ય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ના ૯૯ માં જન્મોત્સવ ની ચાણસદ માં ભવ્ય ઉજવણી.
આજરોજ માગશર સુદ આઠમ,૨૨/૧૨/૨૦૨૦ ના રોજ પ્રમુખસ્વામી મહારાજ ના પ્રાગટય સ્થાન ચાણસદ ખાતે ભક્તો નો પ્રવાહ ખેંચાઈ આવયો હતો. સ્થાનિક ભક્તો યુવકો એ પ્રાગટય સ્થાન સાથે સમગ્ર ગામ ને સુશોભિત કરેલ હતું. પ્રવર્તમાન સમય ની માંગ અનુસાર ભક્તો સામાજિક અંતર જાળવીને માસ્ક સહ કતાર માં દર્શનાર્થે ઉમટ્યા હતા. ચાર દાયકા સુધી પ્રમુખસ્વામી મહારાહ ના અંતેવાસી તરીકે સેવા કરનાર સંત પૂજ્ય નારાયણ ચરણ પણ આ પ્રસંગે ખાસ દર્શનાર્થે પધાર્યા હતા.

TejGujarati