હજારો ઝેરી સાપ વચ્ચે એક બીન ઝેરી સાપ વર્ષો સુધી જોડે રાખો તો પણ એ સાપ ઝેરી બનતો નથી, જયારે માણસ એક માત્ર જીવ છે,જે કોઈના સારા કે બુરા પ્રભાવમાં પડવામાં વિલંબ કરતો નથી. – હિતેશ રાઈચુરા.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

હજારો ઝેરી સાપ વચ્ચે એક બિન ઝેરી સાપ વર્ષો સુધી જોડે રાખો તો પણ એ બિન ઝેરી સાપ ઝેરી બનતો નથી,
જયારે માણસ એક માત્ર જીવ એવો છે જે કોઈના સારા કે બુરા પ્રભાવમાં પડવામાં વિલંબ કરતો નથી..
કયારેક સાલુ જીવનમા એવુ બની જાય છે કે કોઈની દોસ્તી કરતા કોઈની દુશ્મની લાંબા સમય સુધી સાથ નથી છોડતી…
પારકાઓ તો માત્ર પગ જ ખેંચતા હોય છે જ્યારે પોતાનાઓ તો પાટુ મારી દેતા હોય છે…
સાચુ ને ???
માટે જે વાત તમે તમારા દુશ્મનને કહી ન શકો તેમ હો તે બધી વાત તમારા મિત્રને પણ કરશો નહિ…
શું ખબર આજે જે મિત્ર છે, તે કદાચ કાલે દુશ્મન પણ થાય…
અને પછી માણસને પોતાના દુશ્મનને તકલીફ આપવામાં એવી વિકૃત મજા આવે છે કે એ ભૂલી જાય છે કે આ કર્મ નું ફળ ભોગવ્યે જ છૂટકો છે…
એક સુથાર પોતાના વર્કશોપમાં કામ કરી રહ્યો હતો.
અચાનક અનરાધાર વરસાદ શરુ થયો.
સુથાર પોતાનું વર્કશોપ બંધ કરીને ઉતાવળા પગલે ઘર તરફ ચાલ્યો. ઉતાવળમાં કામ કરવાના કેટલાક સાધનો વર્કશોપમાં જમીન પર જ પડ્યા રહ્યા.
ખુબ વરસાદ પડવાને કારણે એક સાપ જમીનમાંથી બહાર આવ્યો.
એ ખુબ જ ભુખ્યો થયો હતો.
ખોરાકની શોધમાં આમ તેમ ભટકી રહ્યો હતો.
આ સાપ રાત્રીના સમયે પેલા સુથારના વર્કશોપમાં દાખલ થયો અને કંઇક ખોરાક મળશે તે આશામાં આંટા મારવા લાગ્યો.
જમીન પર કુહાડો પડેલો હતો.
સાપ આ કુહાડા પરથી પસાર થયો અને કુહાડાની તિક્ષ્ણ ધારને કારણે એના શરિર પર એક કાપો પડ્યો.
સાપને થોડી પીડા થઇ અને શરિરમાંથી લોહી પણ નિકળવા માંડ્યુ. એમણે બદલો લેવાનું નક્કિ કર્યુ.
કુહાડાને પોતાના શરિરથી ભરડો લીધો અને કુહાડાની ધાર પર જ પ્રહાર કર્યો.
આમ કરવાથી વધુ પ્રમાણમાં લોહી નિકળ્યું.
કુહાડો લોહીથી લાલ થવા લાગ્યો.
સાપને એવુ લાગ્યુ કે મારા પ્રહારોના કારણે કુહાડા ને પણ લોહી નિકળી રહ્યું છે.
સવારે આવીને સુથારે વર્કશોપ ખોલ્યુ તો મરેલો સાપ જોયો જે કુહાડાને વિંટળાયેલો હતો.
આપણી દશા પણ આ સાપ જેવી જ છે.
બીજાને નુકશાન પહોંચાડવાના પ્રયાસમાં આપણી જાતને જ નુકશાન પહોંચાડીએ છીએ અને આપણને ખબર પણ નથી પડતી કે આપણે બીજાને નહિ આપણને પોતાને જ નુકશાન પહોંચાડી રહ્યા છીએ…
અને સામે વાળા ને તકલીફ આપવા ના ઘણા રસ્તા હોય છે પણ મોટા ભાગે લોકો ખોટા રસ્તા જ પસંદ કરે છે અને પછી પોતે પણ પસ્તાય છે.
– હિતેશ રાઈચુરા

TejGujarati