કપડામાં તો કદીક ગડ પડે, દિલમાં તો સીધી જ તડ પડે! વાત સહેજ કોઈ કહે વિપરીત, તો માળું જબરી અગવડ પડે!- મેહુલ ભટ્ટ*

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

સોમવારે તાજી રચના – નિયમ મુજબ , માણો , ગમે તો કહો ગમી – મેહુલ ભટ્ટ


કપડામાં તો કદીક ગડ પડે,
દિલમાં તો સીધી જ તડ પડે!

વાત સહેજ કોઈ કહે વિપરીત,
તો માળું જબરી અગવડ પડે!

અસ્તાચળે જરા જુઓ પાછળ,
તો આંખો અમસ્તી જ દડદડે !

માહોલ બન્યો છે એવો અહીંયા,
સાચું કહેતા પણ ભીતર ફડફડે!

હજુ પણ થાય છે દુઃખ અતિ,
સાવ સરળ ને જ્યાં લોક કનડે!

બહાર કોઈ બાળક ભૂખ્યું અને
ભીતરે અન્નકૂટ વ્યર્થમાં જ ચડે!

ઓળખાય સઘળા સંબંધો ત્યારે,
જ્યારે આપદ કોઈ જઈ પડે!

કરી નાખે કોઈ પછી સૌને લાગે,
આવું તો સાલું મને બી આવડે!

શાસ્ત્રોના અભ્યાસનો મોલ નહિ,
જ્યાં લગી ભક્ત વિચાર ના પકડે!

હોય મમત કે મમતા, એક જ,
બંને મનુજને આકરા થઈ જકડે!

છૂટી જાય સઘળું જિંદગીમાંથી,
જ્યાં ભટ્ટજી ને કંઈ નક્કર જડે!

મેહુલ ભટ્ટ (૧૫.૧૨ ૨૦)

TejGujarati