નડિયાદ તાલુકા કોંગ્રેસે નડિયાદ તાલુકા પંચાયત શીટોનો પ્રવાસ શરૂ કર્યો.

ગુજરાત ભારત સમાચાર

?? નડિયાદ તાલુકા કોંગ્રેસ
આજ રોજ નડિયાદ તાલુકા પંચાયત શીટો નો પ્રવાસ શરૂ કર્યો…તાલુકા પ્રમુખ પ્રતાપસિંહ સોલંકી અને જિલ્લા સંયોજક શ્રી પર્વતસિંહજી સાથે મળીને 1️⃣પ્રથમ મિટિંગ બિલોદરા શીટના વીણા મુકામે કરવામાં આવી. ખાટલા પરિષદ માં એક અલગજ ઉત્સાહથી અગ્રણીઓએ એમની રજુઆત કરી.અને સંગઠન,મોબાઈલ એપ્લિકેશન,ખેડૂતોના કાળા કાયદા લોકલ સમસ્યા સહિત ઊંડાણ પૂર્વક ચર્ચા થઈ.બધાએ એક સાથે કોંગ્રેસ ને મજબૂત બનાવવા એકસુર પુરાવ્યો…મીટિંગની શરૂઆત દરેક ના વાહનો પર પંજાના સ્ટીકરો લગાવી કરવામાં આવી.. બિલોદરા. શીટ ના સંયોજક બ્રિજેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા..
2️⃣ બીજી મિટિંગ નું આયોજન હાથજ મુકામે સંયોજક શ્રી ઇકબાલ ખાન પઠાણ દ્વારા કરવામાં આવ્યું.હાથજ મુકામે સરપંચ સહિત નવાગામ ના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા.. સ્થાનિક સમસ્યાઓ વર્ષોથી રજૂઆતો કરવા છતાંય ઉકેલાતી ન હોવાની હૈયાવરાળ અગ્રણીઓએ કાઢી..પંચાયત થી પાર્લા મેન્ટ સુધી પરિણામ કોંગ્રેસ તરફેણમાં લાવવા હાકલ કરવામાં આવી
3️⃣ આજે ત્રીજી મિટિંગ મરીડા મુકામે રાખવામાં આવી…અહીં ના વડીલોએ મહિલા પેંશન અને અન્ય સમસ્યા ઓ વર્ણવી…આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીમાં એકજુટ થઈ લડવા મક્કમતા બતાવી…
દરેક મિટિંગ માં પ્રદેશ પ્રતિનિધિ અતુલભાઈ પટેલે…માર્ગદર્શન આપ્યું.સાથે તાલુકા પ્રમુખ પ્રતાપસિંહ સોલંકી અને જિલ્લા પંચાયત સભ્ય શ્રી પર્વતસિંહ સોઢા એ પણ માર્ગ દર્શન આપ્યું.
???? અતુલ પટેલ પ્રદેશ પ્રતિનિધિ ગુજરાત કોંગ્રેસ????

TejGujarati