*રાત્રિના સમયે ઘરવિહોણા લોકો માટે યુવા સેના અમદાવાદ શહેર ધ્વારા ગરીબોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું.*

ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ મનોરંજન સમાચાર

અમદાવાદ: અમદાવાદ યુવસેના દ્વારા રાત્રિનાં સમયે ઘરવિહોણા લોકો માટે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ એક માનવતા નું એક ઉદાહરણ દર્શાવી રહ્યુ છે .અમદાવાદ યુવા સેના ની ટીમ ધ્વારા અવારનવાર આવા સામજીક કાર્ય કરવામાં આવતા હોય છે .હાલ શિયાળાની મોસમ ચાલી રહી છે ત્યારે સમગ્ર વિશ્વમાં અને ભારત દેશમાં અનેક વિસ્તારોમાં ઠંડી માઇનસ માં થઈ ગઈ છે અને ખાસ કરી ભારતમાં કાશ્મીર અને અનેક વિસ્તારોમાં ઠંડીનો પારો માઇનસમાં પહોંચવાની તૈયારી છે .ત્યારે ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમા પણ હાલ કડકડતી ઠંડી પડી રહી છે.

અમદાવાદ શહેર આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને રાત્રિ દરમિયાન કડકડતી ઠંડીમાં રાતવાસો કરવો પડી રહ્યો છે ત્યારે આ લોકોના બાળકોને પણ ઠંડી સામે રક્ષણ મેળવવા પૂરતા પોશાક અને ઠંડી સામે રક્ષણ મેળવતા કપડાં પણ નથી હોતા.

અમદાવાદ શહેરી વિસ્તારના આજુબાજુના ગરીબ પરિવારોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે રાત્રિ દરમિયાન ખુલ્લામાં સુતા પરિવારોના બાળકોને ધાબળા વિતરણ કરવામાં આવતા ગરીબ પરિવારના આશીર્વાદ અમદાવાદની યુવા સેના ટીમ ને મળ્યા હતા.

આ આખા કાર્યક્રમનું આયોજન યુવા સેના અમદાવાદ શહેર મેમનગર વિસ્તારના પ્રમુખ શ્રી હરેશભાઈ ધ્વારા કરાયું હતું અને કાર્યક્રમમાં યુવા સેના અમદાવાદ શહેરનાં પદાધિકારીઓ હરેશભાઈ, રવીશ રામચંદાની, મહેશભાઈ ઠક્કર, પટેલ ધવલ ભાઈ, પટેલ મેહુલ ભાઈ, પટેલ જીગર ભાઈ, આકાશ ભાઈ શાહ, અમીબેન તેમજ નરેશ ભાઈ ખાસ હાજર રહ્યા હતા .

TejGujarati