પ્રણય ……….??———————–નભના – બીના પટેલ. ?

કલા સાહિત્ય ટેક્નોલોજી બિઝનેસ મનોરંજન સમાચાર

પ્રણય ……….??———————–નભના શામિયાણેથી આજે ,
શમણાં સરકે છે …!
દરિયાની મસ્તીથી આજે,
લહેરો છલકે છે …!
પવનની ટીખળથી આજે,
શાખા મરકે છે …!
પર્ણથી લપસીને આજે ,
ઝાકળ ઉછરે છે …!
પંખીના ટહુકાથી આજે ,
વૃક્ષ મ્હેંકે છે ..!
ધુમ્મસની મુઠ્ઠીથી આજે ,
સૂરજ ઓગળે છે …!
શબ્દના રેખાચિત્રથી
આજે ,
મૌન સળવળે છે …!
સંકોચના પાલવથી આજે ,
પ્રણય પ્રસરે છે ….!
પિયુના પાનેતરમાં આજે ,
હૈયું ધબકે છે…!!

-બીના પટેલ ?

TejGujarati